કોરોના અને ડિફોલ્ટની અસર, ભારતીય કંપનીઓએ વિદેશી બજારમાંથી 35% ઓછી લોન લીધી

share-market-news-india
|

August 12, 2020, 5:46 PM

| updated

August 12, 2020, 5:46 PM


fundraising-5c0b989c4f (1).jpg

vyaaparsamachar.com

અમદાવાદ : ભારતીય કોર્પોરેટ હાઉસ લાંબાગાળાના દેવા માટે વિદેશી બજારનો સહારો લેતા હોય છે. વિદેશી બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની ભારતીય કંપનીઓની યોજનામાં આ વર્ષે કોરોના અને અન્ય કારણોસર ફેરબદલ કરવો પડ્યો છે.

કોરોના પૂર્વે ટોચની કંપનીઓ વિદેશમાંથી દેવું એકત્ર કરવામાં અગ્રેસર હતી પરંતુ, આ લોન લેવાની પ્રક્રિયામાં કોરોનાએ દેખા દીધા બાદ 35%નો ઘટાડો જોવા મળ્યો છે.

કેલેન્ડર વર્ષ 2020ના અત્યારસુધીના આંકડા પર નજર કરીએ તો વાર્ષિક ફંન્ડિંગ લેવામાં એક તૃત્યાંક્ષ ઘટાડો જોવા મળ્યો છે. આ લોન લેવામાં ઘટાડા પાછળનું કારણ માત્ર કોરોના નથી, દેશની ટોચની ફ્યુચર રીટેલે લીધેલ વિદેશી લોનના રીપેમેન્ટમાં થયેલ ડિફોલ્ટને કારણે પણ હવે ભંડોળ નથી મળી રહ્યું.

2020માં ભારતીય કંપનીઓએ 12મી ઓગષ્ટ સુધી 9.1 અબજ ડોલર એકઠા કર્યા છે,જે ગત વર્ષે 12મી ઓગષ્ટ સુધી 14 અબજ ડોલર હતા અને સમગ્ર કેલેન્ડર વર્ષમાં વિદેશી બજારમાંથી 15.6 અબજ ડોલરનું ભંડોળ એકઠું કર્યું હતુ.

સામાન્ય સમયગાળામાં વિદેશની ટોચની નાણાં ધીરનાર સંસ્થઓ પાસેથી 5-6%એ લોન મળતી હતી,જે હવે વધીને 9%ની આસપાસ પહોંચી છે અને ભારતીય કોર્પોરેટ જગત માટે તો દર 10%ની પણ ઉપર નીકળ્યો છે.

આ સિવાય ખૂબ જ ઓછી કંપનીઓ પાસે લાંબાગાળાના વિઝન સાથેના પ્રોજેકટ છે, ઓછી કંપનીઓ પાસે ટૂંકાગાળાના જ ફન્ડિંગ પ્લાન છે તેથી લોકલ કંપનીઓનું લોનઋણ વૃદ્ધિ ઘટ્યું છે.

Web Title: India Inc’s foreign loans fall 35% on Future Retail default, Corona Pandemic and Weaker economy