કોરોના ઇફેક્ટ : FY21માં રેલવેને રૂ.35,000 કરોડના નુકશાનનો અંદાજ 

india-news
|

July 29, 2020, 12:22 PM

| updated

July 29, 2020, 12:23 PM


COVID-19 impact Railways to incur ₹35,000 crore loss from passenger train services in FY21.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ :  દેશમાં જીવલેણ કોરોના વાયરસનો ફેલાવો ચાલુ છે. આ સંજોગોમાં ભારતીય રેલ્વે પેસેન્જર સેવા માર્ચથી બંધ કરી દેવાઈ છે. હવે રેલવેએ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે ભારતીય રેલવેને નાણાકીય વર્ષ 2020-2021માં 35 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે. હાલમાં ભારતીય રેલ્વે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવે છે.

રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે, અમે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવી રહ્યા છીએ. ગયા વર્ષે રેલ્વેએ પેસેન્જર ટ્રેનોમાંથી આશરે 50 હજાર કરોડ રૂપિયાની આવક મેળવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે હમણાં અમને ખબર નથી કે ભવિષ્યમાં કોરોના વાયરસની સ્થિતિ શું હશે. યાદવે કહ્યું કે રેલવે આ નાણાકીય વર્ષમાં તેના માલ સામાનના ભાડાની આવક પર નિર્ભર છે. પાછલા વર્ષ કરતા આ વર્ષે નૂર આવકમાં 50 ટકાનો વધારો થશે.

વિનોદકુમાર યાદવે કહ્યું કે અમે પેસેન્જર સેગમેન્ટમાંથી 10-15% કમાવાની અપેક્ષા રાખીએ છીએ. આને કારણે અમને 30 થી 35 હજાર કરોડનું નુકસાન થયું છે. પરંતુ અમે આ નુકસાનને ભાડાની આવક દ્વારા ભરપાઈ કરવાની કોશિશ કરીશું.

અત્રે નોંધનીય છે કે કોવિડ -19સંકટને કારણે પશ્ચિમ રેલ્વેને અત્યાર સુધીમાં 1784 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર (સીપીઆરઓ) સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર આ આંકડામાં પરા વિભાગ માટે આશરે રૂ.263 કરોડ અને નોન-પરા વિભાગ માટે આશરે રૂ.1521 કરોડનો સમાવેશ થાય છે.  


 

Web Title: COVID-19 impact: Railways to incur ₹35,000 crore loss from passenger train services in FY21