કોરોના પર ખુશખબરી : દેશમાં 70 ટકાની નજીક પહોંચ્યો દર્દીઓનો સાજા થવાનો દર
india-news
|
August 10, 2020, 6:24 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : દેશમાં કોવિડ-19 રોગચાળાથી સાજા થનારાઓની સંખ્યા 15 લાખને પાર પહોંચી ગઈ છે. આ રોગચાળાથી અત્યાર સુધીમાં 15 લાખ, 35 હજાર, 743 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 54,859 દર્દીઓ સાજા થયા છે. હાલમાં ભારતમાં કોવિડ-19ના 6,34,945 સક્રિય કેસ છે.
સરકાર સ્વસ્થ થવાના દર વધવાનું કારણ દેશમાં હાલ કોરોનાનું ઝડપી ટેસ્ટિંગ, દર્દીઓને શોધવામાં તત્પરતા અને મોટા પાયે સારવારના પરિણામે જણાવી છે. સરકારનું કહેવું છે કે, વધુ સારી એમ્બ્યુલન્સ સેવા, દર્દીની યોગ્ય સંભાળ સહિતના વ્યાપક ધોરણે લીધેલા અન્ય નિર્ણયોએ દેશમાં કોવિડ-19 રોગચાળા સામેની લડતને મજબૂત બનાવ્યો છે.
દેશમાં 70 ટકા અને દિલ્હીમાં 90 ટકા સ્વસ્થ થવાનો દર
આ સાથે ભારતમાં કોવિડ દર્દીઓનો સ્વસ્થ થવાનો દર 70 ટકાની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કોરોના કેસોમાંથી 69.33 ટકા દર્દીઓ સાજા થયા છે. દિલ્હીમાં સ્વસ્થ થવાનો દર 90 ટકા પર પહોંચી ગયો છે. એટલે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં 100 કોવિડ પીડિતમાંથી 90 દર્દી સાજા થયા છે.
દેશમાં ઝડપી કોરોના ટેસ્ટિંગ
દેશમાં 9 ઓગસ્ટ સુધીમાં 2 કરોડ, 45 લાખ, 83 હજાર, 558 સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો માત્ર 9 ઓગસ્ટે ડ 4 લાખ, 77 હજાર, 23 સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી. તપાસ માટે લેબની સંખ્યા પણ સતત વધી રહી છે. 9 ઓગસ્ટ સુધીમાં દેશમાં 1,406 પ્રયોગશાળાઓમાં કોરોના સેમ્પલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં 23 જાન્યુઆરીએ માત્ર એક જ લેબમાં કોરોના ટેસ્ટ થતો હતો.
Web Title: Over 15 Lakh People Recovered From Covid-19 In Country So Far