કોરોના પોઝિટિવ એક્ટિવ કેસમાં ભારત બીજા ક્રમે, અત્યાર સુધી 48,040 મોત

india-news
|

August 14, 2020, 12:14 PM

| updated

August 14, 2020, 12:42 PM


India ranks second in Corona positive active cases, with 48,040 deaths so far.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : ભારતમાં કોવિડ -19 ના નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. 24 કલાકમાં નવા કેસોની સંખ્યા, 64, 533 રહી છે. લાંબા સમયથી દેશમાં દરરોજ 60 હજારથી વધુ નવા કોરોના કેસ આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસની બાબતમાં અમેરિકા પછી બ્રાઝિલને હંફાવીને ભારત બીજા ક્રમે આવી ગયું હતું. અમેરિકામાં હાલ 32. 76 લાખ એક્ટિવ કેસ છે. એની  સામે  ભારતમાં એક્ટિવ કેસનો આંકડો છ લાખ ત્રેપન હજાર પર પહોંચ્યો હતો અને કોરોનાગ્રસ્તોનો કુલ આંકડો  24.61 લાખ પર પહોંચ્યો હતો. અગાઉ અમેરિકા પછી બીજા ક્રમે બ્રાઝિલમાં સૌથી વધુ કેસ હતા.

અત્યાર સુધીમા કોરોનાના પગલે થયેલાં મૃત્યુનો આંકડો 48,040 પર પહોંચ્યો હતો. છેલ્લા બે દિવસથી રોજ સરેરાશ 60 હજાર નવા કેસ આવતાં ભારત બ્રાઝિલને હંફાવીને બીજા ક્રમે પહોંચવાની તૈયારીમાં હતું. અમેરિકામાં કુલ કેસ 51 લાખ 97 હજાર હતા જેમાં સક્રિય (એક્ટિવ) કેસનો આંકડો 32 લાખ 76 હજારનો હતો. બ્રાઝિલમાં કુલ કેસનો આંકડો 31 લાખ 64 હજારનો હતો.

ગુરૂવારે સાંજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં 67 હજાર કેસ નવા આવતાં ભારતમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 23 લાખ 96 હજાર 638ની થઇ હતી. છેલ્લા 24 કલાકમાં 1007 લોકોનાં મોત નીપજ્યાં છે.

એમાં આશ્વાસન જેવા સમાચાર એ હતા કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે રજૂ કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં બે લાખ 68 હજાર કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા હતા.બુધવારથી ગુરૂવાર વચ્ચે દેશમાં કુલ 8 લાખ 30 હજાર ટેસ્ટ પૂરા થયા હતા.

દેશમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં હતી. અહીં છેલ્લા એક સપ્તાહના પહેલા ત્રણ દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા હતા. એને કારણે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કેસનો આંકડો પાંચ લાખ પાંત્રીસ હજારથી પણ વધી ગયો હતો અને મૃત્યુનો આંકડો 18, 650નો થયો હતો.

દેશમાં કોરોનાના કુલ કેસના એક તૃતિયાંશ જેટલા કેસ એકલા મહારાષ્ટ્રમાં છે. ચેપને નાથવામાં રાજ્ય સરકારને સફળતા મળી નથી.

Web Title: India ranks second in Corona positive active cases