કોરોના પોઝિટિવ વીમાધારકોને મળશે કેશલેસ સારવાર, હોસ્પિટલ ઈન્કાર કરે તો અહીં કરો ફરિયાદ

Corona Positive Insurance Holders Will Get Cashless Treatment If Hospital Refuses Complain Here-.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : કોરોના સંક્રમણના કેસોએ 10 લાખને પાર પહોંચી ગયા છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે લોકોમાં ભય વધી રહ્યો છે. માત્ર ભારત જ નહીં પરંતુ આખું વિશ્વ આ ભયંકર રોગચાળાનો સામનો કરી રહ્યો છે. બીમાર થવા પર સૌથી મોટી ચિંતા આર્થિક સ્થિતિની હોય છે. સારવાર માટે મોટી રકમ ચુકવવું કોઈ ઈચ્છતું નથી.

કોરોના દર્દીઓને સારી અને તનાવ મુક્ત સારવાર મળે તે માટે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI)એ કોરોના પોઝિટિવ વીમાધારકોને કેશલેસ સારવાર આપવા સૂચનાઓ જારી કરી છે. ઈરડાએ હોસ્પિટલને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, કોરોના પોઝિટિવ વીમાધારકોને સારવાર દરમ્યાન કેશલેશ સારવારની સુવિધા આપે. ઈરડાના આ નિર્ણય બાદ જેમની પોલિસીમાં કોરોનાની બિમારી કવર હોય છે, તેવા પોલિસી ધારકને મોટી રાહત મળશે.

ઈરડાએ કડક સૂચના આપી છે કે, વીમા કંપનીઓ આવી હોસ્પિટલો સામે કાર્યવાહી કરી શકે છે જેઓ કોરોનના દર્દીઓની સારવાર માટે પહેલા પૈસાની માંગણી કરી રહી છે. વીમાધારક યોગ્ય સરકારી એજન્સીમાં ફરિયાદ નોંધાવી શકે છે. આવી હોસ્પિટલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, કોરોના સંકટને કારણે ઘણા લોકોની આવક પ્રભાવિત થઈ છે. તો નોકરી કરતા લોકોને કંપનીઓ ઓછો પગાર આપી રહી છે તો ઘણા લોકોને નોકરીમાંથી જ કાંઢી નાખવામાં આવ્યા છે. તો જેમને પોતાનો બિઝનેસ છે તેઓ પણ હાલ સંકટનો સામનો કરી રહ્યા છે.

Web Title: Corona Positive Insurance Holders Will Get Cashless Treatment If Hospital Refuses Complain Here