કોરોના બાદ ભારતીય મસાલાઓની માંગ વધી, નિકાસમાં 34%ની વૃદ્ધિઃ એસોચેમ
commodity-news-india
|
July 18, 2020, 3:57 PM
| updated
July 18, 2020, 3:58 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી ફાટી નીકળ્યા બાદ વિશ્વમાં મસાલાઓની માંગ તેની નિકાસમાં જંગી વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે જૂન મહિનામાં ભારતીય મસાલાઓની નિકાસમાં ડોલરની રીતે 34 ટકા અને રૂપિયાની દ્રષ્ટિએ 23 ટકાનો વધારો થયો છે, આ માહિતી એસોચેમના અભ્યાસ જાણવા મળી છે.
જૂન 2020માં ભારતમાંથી તેજાનાની નિકાસ વાર્ષિક તુલનાએ 23 ટકા વધીને 35.9 કરોડ ડોલર નોંધાઇ છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં મસાલાઓની નિકાસ વાર્ષિક તુલનાએ 29.2 કરોડ ડોલર રહી હતી. અલબત આ સમયગાળા દરમિયાન ભારતમાંથથી માલસામાનની કુલ નિકાસ 12.41 ટકા ઘટી છે.
સત્તાવાર આંકડા મુજબ રૂપિયામાં વાત કરીયે તો જૂન મહિનામાં રૂ. 2721 કરોડની મૂલ્યના મસાલાઓની નિકાસ થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળાના રૂ.2030 કરોડની નિકાસ સામે 34 ટકા વધારે છે.
ભારતમાંથી મુખ્યત્વ નિકાસ થતા મસાલાઓમાં કાળા મરી, એલચી, સુંઠ, હળદર, ધાણા, અજમો, જીરું, વરિયાળી, મેથી, જાયફળ, સ્પાઇસ ઓઇલ, ઓલેસિન અને મિન્ટ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ભારતીય મસાલાઓની નિકાસ લગભગ સમગ્ર વિશ્વમાં થાય છે અને તેના જેના આયાતકાર દેશોમાં અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, કેનેડા,ઓસ્ટ્રેલિયા, યુએઇ, ઇરાન, સિંગાપોર, ચીન અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશો છે.
એસોચેમના જનરલ સેક્રેટરી શ્રીમાન દિપક સુદે જણાવ્યુ કે, કોરોનાની મહામારી દરમિયાન વાયરસથી બચવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ મસાલાઓ મદદરૂપ થતા હોવાથી તેમની વિશ્વમાં માંગ વધી રહી છે. ભારતીય આયુષ મંત્રાલય અને પરંપરાગત જ્ઞાનના કારણે ભારતમાં પહેલાથી મસાલાઓનો જંગી પ્રમાણમાં વપરાશ થઇ રહ્યો છે. જો કે હાલ તેની વધી રહેલા નિકાસના આંકડા દર્શાવે છે કે મસાલાઓથી વિશ્વને પણ ફાયદો થઇ રહ્યો છે. સ્થાનિક સ્તરે મસાલોની વધી રહેલી માંગને પગલે તેના ભાવમાં પણ 12 ટકાનો ઉછાળો નોંધાયો છે જ્યારે જૂનમાં ગ્રાહક ભાવાંકની રીતે ફુગાવાનો દર તેના કરતા અડધો રહ્યો છે.
Web Title: Indian Spices in great demand in post Covid 19 times; Exports up 34%: ASSOCHAM