કોરોના બાદ વાળ કેમ ઝડપથી ખરે છે, કારણ આવ્યું સામે   

health-news-india
|

October 24, 2020, 11:46 AM


After Covid-19, some survivors experience 'heart-wrenching' hair loss.jpeg

vyaapaarsamachar.com

અમદાવાદ : કોરોના વાયરસના લક્ષણ દરેક લોકોમાં અલગ-અલગ હોય છે. કેટલાક લોકોના ગળામાં ખારાશ, તાવ અને શરદી-ઉધરસની ફરીયાદ હોય છે તો કેટલાક લોકોમાં સૂંઘવા અને સ્વાદ લેવાની ક્ષમતા અચાનક ચાલી જાય છે. તે બધા સિવાય હવે કોરોનાના દર્દીમાં એક વસ્તુ બીજી પણ જોવામાં આવી રહી છે અને ખૂબ વધારે વાળ ખરવા. એક નવી સ્ટડીમાં જણાવવામાં આવ્યુ છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ છેલ્લા તેજીથી કેમ વાળ ખરવા લાગે છે.

વાયરસની અસર ઘણા દિવસ સુધી

આ સ્ટડી માટે અમેરિકાના ઈંડિયાના યૂનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર નતાલી લામ્બર્ટની ટીમે 1500 લોકો પર સર્વે કર્યો. આ સર્વેમાં સામેલ બધા લોકો Covid-19 થી લાંબા સમય સુધી સંક્રમિત રહ્યા હતા અને સાજા થયા બાદ પણ આ પર વાયરસની અસર ઘણા દિવસ સુધી હતી. આ બધાએ ખૂબ જ વધારે વાળ ખરવાની ફરીયાદ કરી છે.

કોરોનાના 25 લક્ષણોમાંથી એક

સર્વેમાં સંશોધનકર્તાઓને મળી આવ્યુ છે કે, વાળ ખરવા કોરોના વાયરસના 25 લક્ષણોમાંથી એક છે. સર્વેમાં સામેલ કોરોનાના નવા દર્દીઓએ જણાવ્યુ છે કે, તેમને ઉલ્ટી અથવા ઉધરસની જગ્યાએ વાળ ખરવાની સમસ્યાનો વધુ અનુભવ કર્યો છે. આ બધા લોકોએ વર્ચુઅલ રીતથી સર્વેમાં ભાગ લીધો હતો.

શું છે કારણ

એક્સપર્ટ્સનું કહેવુ છે કે, બીમારીમાં વાળ ખરવાનો સંબંધ તણાવ અથવા સદમાંથી હોય છે. આ સ્થિતિને ટેલોજેન એક્લુવિયમ પણ કહે છે. ટેલોજેમ અફ્લુવિયમમાં કોઈ બીમારી, સદમો અથવા તણાવને કારણે કેટલાક સમય માટે વાળ ખૂબ જ ઝડપથી ખરવા લાગે છે. તે સિવાય સંક્રમણ દરમિયાન શરીરમાં પોષક તત્વોની ખામી પણ થઈ જાય છે. જેના કારણથી પણ વાળ ખરવા લાગે છે. જોકે, કોરોના વાયરસના સંબંધમાં આ બંને વાત પર હજુ વધુ સ્ટડી કરવાની જરૂરિયાત છે.

આહાર પર પણ ધ્યાન આપવું જોઈએ

નિષ્ણાંતો કહે છે કે, બિમારીમાં વાળ ફક્ત થોડા સમય માટે જ ખરે છે. તેનાથી બચવા માટે કોરોનાના દર્દીઓએ સ્ટ્રેસ ન લેવો જોઈએ. તે સિવાય આહાર પર પણ ધ્યાન આપવું જોઈએ. આયરન અને વિટામિન ડી સાથે વસ્તુઓ ખાઓ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરો. થોડા દિવસો પછી વાળ ખરવાની સમસ્યા આપમેળે નાબૂદ થઈ જશે.

Web Title: After Covid-19, some survivors experience ‘heart-wrenching’ hair loss