કોરોના માટે ફાળવાયેલ શ્રેય હોસ્પિટલમાં આગ, 8 દર્દીના મોત

gujarat-samachar-news
|

August 06, 2020, 8:27 AM

| updated

August 06, 2020, 9:13 AM


કોરોના માટે ફાળવાયેલ શ્રેય હોસ્પિટલમાં આગ, 8 દર્દીના મોત.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની છે. આ  હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના ચોથા માળે આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટના સમયે હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાં આઠ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે.

કોરોનાથી બચવા જીવ બચાવવા હોસ્પિટલમાં ગયા રહતા પણ અહીં લાગેલી આગે કોરોનાથી પણ ભયંકર મોત અપાવ્યું છે. બાકીના 41 લોકોને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે સીએમ રૂપાણીએ પણ તાત્કાલિક જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા છે. વહેલી સવારે આગ લાગી હોવા છતાં 7 વાગ્યા બાદ અધિકારીઓ હોસ્પિટલે પહોંચ્યા હતા.ઘટના અંગે પરિવારજનોને પણ મીડિયા મારફતે મળી હતી.પરિવારજનો આ ઘટના બાદ દોડી આવ્યા હતા.જોકે, તેમના પરિવારજન જીવતા છે કે ઘટનાનો ભોગ બન્યા છે તે અંગેની પણ કોઈ વિગતે મળી ન હતી.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની હતી. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં લગભગ 3.45 કલાકે મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીના મોત થયા છે. મૃતકોમાં 5 પુરૂષ અને 3 મહિલાઓનો સમાવેશ થયા છે. આગની ઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ અન્ય 41 દર્દીઓને અન્ય કોરોના હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના કાળ વચ્ચે લોકો સૌથી વધુ વિશ્વાસ હોસ્પિટલ્સ પર રાખતા થયા છે. પરંતુ, અમદાવાદમાં આ વાત ઠગારી સાબિત થઇ છે. ગઇકાલે રાત્રે બનેલી એક ગોઝારી ઘટનામાં અમદાવાદની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓએ મોતને ભેટવાનો વારો આવ્યો. આ તમામ દર્દીઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ કોરોના દર્દીઓના કોરોનાને કારણે મોત નથી થયા.પરિવારજનોના આક્રંદ વચ્ચે હાલમાં અહીથી મોતને ભેટેલા કમનસીબોની લાશોને બહાર લવાઈ રહી છે. હોસ્પિટલમાં દર્દીઓના મોત થયા છે. તમામ હોસ્પિટલનો સ્ટાફ બચી ગયો છે.આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.

તપાસના આદેશ :

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં  શ્રેય હોસ્પિટલમાં  આગ લાગવાની  દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.

તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ એસ અધિકારી ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગ ના અધિક મુખ્ય સચિવ  શ્રી મુકેશ પૂરી ની નિયુક્તિ કરી છે


મુખ્યમંત્રીશ્રી એ તેમને આ સમગ્ર ઘટના  કઈ રીતે બની તે અંગેની  તલસ્પર્શી  તપાસ 3 દિવસ માં કરીને   જવાબદાર લોકો ની જવાબદારી નક્કી કરવા સહિત નો અહેવાલ રાજ્ય સરકારને આપવા   સૂચનાઓ પણ આપી છે.

મૃતકોના નામ અને ઉંમર :

નામ

 

ઉંમર

આરિસ મંસૂરી

 

42

નવનીત શાહ

 

18

લીલાબેન શાહ

 

72

નરેન્દ્ર શાહ

 

51

અરવિંદ ભાવસાર

 

72

જ્યોતિ સિંધી

 

55

મનુભાઈ રામી

 

82

ભાવિન શાહ

 

51

PM મોદીએ પણ દુખ વ્યકત કર્યું : 

Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.

— Narendra Modi (@narendramodi) August 6, 2020

કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી : 

પ્રધાનમંત્રી રાહત ફંડ માંથી મૃતક ના પરીવાર જનોને ૨,૦૦,૦૦૦ /- અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the hospital fire in Ahmedabad. Rs. 50,000 each would be given to those injured due to the hospital fire.

— PMO India (@PMOIndia) August 6, 2020

Web Title: Eight dead as fire breaks out at COVID hospital in Ahmedabad, 40 Patient Transferred to SVP Hospital