કોરોના વેક્સિનનો ઇંતેજાર સમાપ્ત, રશિયા પોતાની વેક્સિનનું 12મી ઓગસ્ટે કરાવશે રજિસ્ટ્રેશન
world-news
|
August 07, 2020, 5:41 PM
| updated
August 07, 2020, 5:42 PM

www.vyaapaarsamachar.com
મોસ્કોઃ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર અને લાખો લોકોને ભરખી જનાર કોરોના વાયરસથી બચવા માટેની વેક્સિનનો ઇંતેજાર હવે સમાપ્ત થતો દેખાઇ રહ્યો છે. રશિયાના આરોગ્ય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કહ્યુ કે, રશિયાની કોરોના વેક્સિનની ટ્રાયલ સફળ રહી છે અને હવે ઓક્ટોબર મહિનાથી દેશમાં વ્યાપક સ્તરે લોકોના રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યુ કે, આ કોરોના વેક્સિનના રસીકરણનો સંપૂર્ણ ખર્ચ રશિયન સરકાર ઉઠાવશે. તો ઉપ-સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિદનેવે કહ્યુ કે, રશિયા 12મી ઓગસ્ટના રોજ દુનિયાની પ્રથમ કોરોના વેક્સિનનું રજિસ્ટ્રેશન કરાવશે.
ગ્રિદનેવે કહ્યુ કે, હાલ કોરોના વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. આ ટ્રાયલ અત્યંત મહત્વપૂર્ણ છે. અણારે એ સમજવુ પડશે કે આ વેક્સિન સુરક્ષિત રહે. મેડિકલ પ્રોફેશનલ અને સિનિયર સિટિઝન્સને સૌથી પહેલા કોરોના વાયરસની રસી મૂકવામાં આવશે. મંત્રીએ કહ્યુ કે, આ વેક્સિનની અસરકારકતા ત્યારે માપવામાં આવશે જ્યારે દેશની વસ્તીમાં રોગ પ્રતિકારક ક્ષમતા વિકસીત થઇ જશે.
વેક્સિન ક્લિનિકલ ટ્રાયમાં 100 ટકા સફળ રહી
આ પહેલા રશિયાએ કહ્યુ હતુ કે તેમની કોરોના વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં સફળ રહી છે. આ વેક્સિનને રશિયા રક્ષા મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચે તેયાર કરી છે. રશિયાએ કહ્યુ કે, ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને આ કોરોના વેક્સિન લગાવવામાં આવી, તે તમામમાં SARS-CoV-2 સામે રોગ પ્રતિરોધક ક્ષમતા મળી આવી છે.
Web Title: Russia’s will be registere world’s first coronavirus vaccine on August 12