કોરોના સંકટમાં ઓટો કંપનીઓની ગાડી અટકી, રૂ.10,000 કરોડના નુકસાનની આશંકા

share-market-news-india
|

July 23, 2020, 4:11 PM

| updated

July 23, 2020, 4:17 PM


Corona crisis push Auto Companies into a record loss of Rs 10,000 Crore in June Quarter 2020.jpg

મુંબઇઃ કોરોના વાયરસ અને તેના રોકવા લાગુ કરાયેલા લોકડાઉનના લીધે વાહન ઉત્પાદક કંપનીઓને જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દેશની લિસ્ટેડ ઓટો કંપનીઓને જૂન ક્વાર્ટરમાં 10,000 કરોડ રૂપિયાનું સંયુક્ત નુકસાન થયુ હોવાની આશંકા છે.

આઇટીઆઇજી દ્વારા એક્ત્રિત બ્રોકરેજ અંદાજો તેમાંથી 7000 કરોડ રૂપિયાનં નુકસાન એકલા તાતા મોટર્સને જ થયુ હોવાની ધારણા છે. મારૂતિ સુઝુકીને લિસ્ટેડ થયા બાદ પ્રથમવાર નુકસાન સહન કરવુ પડ્યુ છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીને રૂ.441 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આઇસર મોટર્સ, ટીવીએસ મોટર અને અશોક લેલેન્ડને પણ જૂન ક્વાર્ટરમાં નુકસાન થવાની આશંકા છે. કોવિડ-19ની મહામારી અને તે સંબંધિત લોકડાઉનને કારણે જ જૂન ક્વાર્ટરમાં ઓટો કંપનીઓના વેચાણને ગંભીર અસર થઇછે.

શહેરોની તુલનાએ ગ્રામીણ વિસ્તારો ઝડપથી કોરોનાની અસરમાંથી મુક્ત થઇ રહ્યા છે. તેનાથી ઓટો કંપનીઓ ફાયદામાં રહેશે જેમનો ગ્રામીણ વિસ્તારો પર ફોક્સ રહ્યો છે. તેમાં હીરો મોટોકોર્પ, મહિન્દ્રા- મહિન્દ્રા અને એસ્કોર્ટ્સ શામેલ છે. આ અંદાજથી એ જાણવા મળે છે કે કંપનીઓની કમાણી અને રોકડ રકમમાં ગ્રામિણ વિસ્તારોનું શું મહત્વ છે. બુધવારે બજાજ ઓટોએ પોતાના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી હતી જેમાં તેનો નફો પાછલા વર્ષની તુલનાએ અડધો રહ્યો છે.

લોકડાઉનથી બગડી નાણાકીય સ્થિતિ

લોકડાઉનના કારણે લગભગ 45 દિવસો સુધી વાહનોનું એક પણ યુનિટ વેચાયુ નહીં જેનાથી જૂન ક્વાર્ટરમાં કંપનીઓને મોટું નુકસાન થયુ છે. લોકડાઉનની સૌથી વધારે અસર ટ્રક બનાવતી કંપનીઓને થઇ. જૂન ક્વાર્ટરમાં તેમનું વેચાણ 90 ટકા ઘટી ગયુ. આ દરમિયાન કાર કંપનીઓનું વેચાણ 80 ટકા ને ટુ-વ્હિલક કંપનીઓનું વેચાણ 70 ટકા ઓછું થયુ છે. ટ્રેક્ટરોના વેચાણમાં 20 ટકાનો ઘટાડો થયો પંરતુ જૂનમાં વેચાણ પાછલા વર્ષની તુલનાએ વધારે રહ્યુ છે.   

નવ લિસ્ટેડે કંપનીઓમાંથી ટાટા મોટર્સ્ને ટીવીએસને બાદ કરતા બાકીની કંપનીઓ દેવામુક્ત છે અથવા તો નજીવું દેવુ છે. વાહન ઉદ્યોગની કુલ કમાણીમાં આ નવ કંપનીઓની હિસ્સેદારી 80 ટકા છે. બ્રોકરેજના અંદાજ મુજબ આ કંપનીઓને રૂ.10,000 કરોડનું નુકસાન થઇ શકે છે.  

Web Title: Corona crisis push Auto Companies into a record loss of Rs 10,000 Crore in June Quarter 2020