કોરોના સંકટમાં ડેટોલ સાબુના વેચાણમાં ધરખમ વૃદ્ધિ, બન્યો નંબર વન પસંદ

share-market-news-india
|

July 29, 2020, 4:34 PM


Corona causes Dettol soap sales to skyrocket, global sales up 62%.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: કોરોના સંકટના કારણે ઈંડિયન સોપ માર્કેટમાં ઘણો ફેરફાર આવ્યો છે. કોરોના વાયરસના કારણે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ સતત સાબુથી હાથ ધોતા રહે જેથી કોઈપણ પ્રકારના કીટાણુના સંક્રમણથી બચી શકાય. એવામાં ભારતના લોકો કીટાણુ મારવા માટે Dettol સાબુનો ખૂબ જ વપરાશ કરી રહ્યા છે. આ ટ્રેન્ડના કારણએ Dettol ભારતમાં સૌથી વધારે વેંચાનાર સાબુ બની ગયો છે. Dettol સાબુ પ્રથમ વેચાણના મામલે નંબર વન બન્યો છે. Dettol એ પ્રથમ વખત હિંદુસ્તાન યૂનીલીવરની બે ફેમસ બ્રાન્ડ Lifebuoy અને Lux બંનેને પાછળ રાખી દીધી છે.

ગ્લોબલ સેલ્સમાં 62 ટકાનો વધારો

સાબુના પરફોર્મેન્સની વાત કરીએ તો તેના ગ્લોબલ સેલમાં 62 ટકાનો વધારો આવ્યો છે. Dettol ના ઈંડિયન માર્કેટ શેરમાં 430 બેસિસ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2019માં ઈંડિયન સોપ માર્કેટમાં Lifebuoy નો શેર 13.1 ટકા હતો, જ્યારે કે, Dettol નો માર્કેટ શેર 10.4 ટકા હતો. બીજા નંબર પર GOdrej બ્રાન્ડ છે જેનો માર્કેટ શેર 12.3 ટકા હતો.

Lifebuoy નો માર્કેટ શેર ઘટ્યો

ઈટીની રીપોર્ટ પ્રમાણે વર્ષ 2017માં Lifebuoy નો માર્કેટ શેર 15.7 ટકા હતો. જે બે વર્ષમાં ઘટીને 2019માં આ 13.1 ટકા પર પહોંચી ગયો છે. બીજી તરફ Dettol માર્કેટ શેરમાં ઉછાળ આવ્યો છે. Dettol સાબુ યૂકે હેલ્થકેયર એન્ડ કંજ્યૂમર ગુડ્સ મેકર Reckitt Benckiserની બ્રાન્ડ છે.

માર્કેટ શેરમાં આવ્યો ઉછાળ

બે વર્ષમાં Dettolના માર્કેટ શેરમાં સારો ઉછાળો આવ્યો છે. વર્ષ 2017માં ઈંડિયન માર્કેટમાં Detto નો શેર 9.7 ટકા હતો જે વર્ષ 2019માં વધીને 10.4 ટકા પર પહોંચી ગયો છે. Detto ના માર્કેટ શેરમાં 430 bps નો ઉછાળો આવ્યો છે. 1 bps એક બેસિસ પોઈન્ટનો 100મો ભાગ હોય છે.

Godrej બીજા નંબર પર

આ સેગમેન્ટમાં બીજા નંબર પર Godrej બ્રાન્ડ છે જેનો માર્કેટ શેર 2019 કેલેન્ડર વર્ષમાં 12.3 ટકા હતો. ઈંડિયન સોપ માર્કેટ લગભગ 22000 કરોડનો છે. વર્ષ 2020ની પ્રથમ છમાસિકમાં Dettol ના વેચાણાં લગભગ 500 કરોડ રૂપિયાની તેજી આવી છે

Web Title: Dettol became number one for first time in terms of sales.