કોરોના સંકટમાં વિશ્વાસનો અભાવ, ટ્રેડર્સે ક્રેડિટ પર સોનાનું વેચાણ બંધ કર્યુ

commodity-news-india
|

August 03, 2020, 5:29 PM

| updated

August 03, 2020, 8:21 PM


Loss credit in Corona, Traders stop selling of Gold Jewellery against credit to jewellers.jpg

મુંબઇઃ કોરોના સંકટ વચ્ચે આર્થિક અનિશ્ચિતતા સર્જાતા વેપારી કામકાજમાં વિશ્વાસનો અભાવ સર્જાયો છે. મુંબઇના ઝવેરી બજારના ટ્રેડરોએ કોરોના મહામારી અને સોનાના ભાવ અતિશય ઉંચી સપાટીએ પહોંચી જતા ના છુટક રિટેલ જ્વેલર્સને ક્રેડિટ ઉપર જ્વેલરીનું વેચાણ બંધ કર્યુ છે.

હવે ટ્રેડરો એવો આગ્રહ કરી રહ્યા છે કે રિટેલરો કોરોના મહમારી પૂર્વે લેવામાં આવેલી તેમની જ્વેલરીનું અપ-ફ્રન્ટ પેમેન્ટ કરે અથવા જો તેઓ ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો જ્વેલરી તેમને પરત આપે.

નાના જ્વેલરોએ પહેલાંથી જ સોનાના દાગીના મેન્યુફેક્ચર્સને પરત કરી દીધા છે, જેઓ તેને ઓગાળી લગડી કે સિક્કામાં ફેરવીને બજારમાં વેચી રહ્યા છે. તેઓ આ નાણાંનો ઉપયોગ બેંક પાસેથી લીધેલા નાણાંના વ્યાજખર્ચનો બોજ ઘટાડવા માટે કરી રહ્યા છે. આન લીધે દેશમાં સોનાની આયાત પણ ઘટી રહી છે.

મુંબઇના ઝવેરી બજાર સ્થિતિ રોયલ ચેઇન્સના ડિરેક્ટર સુરેશ જૈને જણાવ્યુ કે, “આ મહામારીમાં એકંદર ધંધો મંદ થઇ ગયો છે. અમે આ સ્થિતિમાં કોઈ જોખમ લેવા માંગતા નથી. અમે ઝવેરીઓને કોઈ ક્રેડિટ સુવિધા આપી રહ્યા નથી. અમે સાવચેતીભર્યું અભિગમ અપનાવીએ છીએ. કેટલાક મેન્યુફેચરોએ રિટેલ જ્વેલર્સને તેમની પાસેથી ખરીદેલા સોનાના આભૂષણો પરત કરવા જણાવ્યું છે.

તેઓ આ સોનાના દાગીનાને ઓગાળી રહ્યા છે અને તેનું વેચાણ કરી બેંકોને ચૂકવણી કરી રહ્યા છે. સોનાના ભાવ ઉંચા હોવાથી ઉત્પાદકો દ્વારા મેકિંગ ચાર્જના નુકસાનની અવગણના કરવામાં આવી રહી છે. આ નિર્ણાયક સમયમાં સોનું બજારમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને આમ દેશની સોનાની આયાતમાં ઘટાડો થઈ રહ્યો છે, ” એવું જૈને ઉમેર્યું.

ઉલ્લેખનિય છે કે કોરોના સંકટ, આર્થિક અનિશ્ચિતતા અને વિવિધ દેશોની સરકારો દ્વારા આર્થિક રાહત પેકેજ જેવા પરિબળોથી કિંમતી ધાતુ સોનાના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં નોંધપાત્ર ઉછળીને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયા છે. વિશ્વબજારમાં સોનું 2000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસને સ્પર્શી ગયુ છે જ્યારે ભારતીય બજારમાં સોનાના ભાવ રૂ. 54000 પ્રતિ 10 ગ્રામની ઉંચી સપાટીએ પહોંચ્યા છે.

Web Title: Loss credit in Corona, Traders stop selling of Gold Jewellery against credit to jewellers