કોરોના સંકટ વચ્ચે ખર્ચમાં સાવધાની રાખી રહ્યા છે ભારતીય ગ્રાહકો

india-news
|

July 23, 2020, 11:05 PM


78 Percent Indian Consumers Cut Spending Amid Corona Crisis, Say KPMG (1).jpg

www.vyaapaarsamachar.com

  • 78 ટકા ભારતીયોએ તેમના વિવેકપૂર્ણ ખર્ચમાં ઘટાડો કર્યો
  • 51 ટકા ભારતીયોએ કહ્યું કે, કોવિડ-19ની અસર લાંબો સમય નહીં ચાલે
  • 49 ટકાએ કહ્યું કે, તેઓ આગામી 3 મહિના દરમિયાન વિવિધ કેટેગરીમાં રૂ.5000 ખર્ચ કરશે

નવી દિલ્હી : કોવિડ-19 કટોકટીની વચ્ચે ભારતીય ગ્રાહકો ખર્ચમાં સાવધાની રાખી રહ્યા છે. કન્સલ્ટિંગ કંપની KPMGના એક સર્વેએ આ તારણ બહાર આવ્યું છે. સર્વેમાં સામેલ 78 ટકા લોકોનું કહ્વું છે કે, તેઓએ તેમના વિવેકપૂર્ણ ખર્ચમાં ઘટાડો કર્યો છે. KPMG ઈન્ડિયાના અહેવાલ, “ટાઇમ ટુ ઓપન માય વોલેટ એન્ડ નોટ?”માં જણાવાયું છે કે, બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં ગ્રાહકો પહેલી શ્રેણીના શહેરોની તુલનાએ તેમના ખર્ચ કરવાની આદતને લઈને બે ઘણા વધુ આશાવાદી છે.

સર્વેની ખાસ હકીકત એ છે કે, 51 ટકા લોકો માને છે કે કોવિડ-19 ની અસર લાંબો સમય નહીં ચાલે અને વસ્તુઓ જલ્દી સામાન્ય થઈ જશે. KPMG ઇન્ડિયાના ભાગીદાર અને પ્રમુખ (કન્ઝ્યુમર માર્કેટ અને ઇન્ટરનેટ બિઝનેસ) હર્ષ રાજદાને જણાવ્યું કે, અમારો અભ્યાસ સૂચવે છે કે, બીજા સ્તરના શહેરોમાં 22 ટકા ગ્રાહકો અને ત્રીજા સ્તરના શહેરોના 30 ટકા ગ્રાહકો માને છે કે, કાં તો ખર્ચ વધશે અથવા ખર્ચ કોવિડ-19ના અગાઉના સ્તરે રહેશે. આવી સ્થિતિમાં રિટેલ કંપનીઓએ આ શહેરોમાં વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

સર્વેમાં સામેલ 49 ટકા લોકોએ જણાવ્યું કે, તેઓ આગામી ત્રણ મહિના દરમિયાન વિવિધ કેટેગરીમાં 5000 રૂપિયા સુધી ખર્ચ કરશે. સર્વેમાં સામેલ 78 ટકા લોકોએ જણાવ્યું કે, તેઓએ તેમના ખર્ચમાં ઘટાડો કર્યો છે. બીજા અને ત્રીજા સ્તરના ગ્રાહકો પ્રથમ સ્તરના શહેરો કરતા 1.9 ગણા વધુ સકારાત્મક છે.

Web Title: 78 Percent Indian Consumers Cut Spending Amid Corona Crisis: KPMG