કોરોના સંકટ વચ્ચે ટેસ્લાએ ચોથા ક્વાર્ટરમાં મેળવ્યો મોટો નફો

share-market-news-india
|

July 23, 2020, 8:50 PM


Tesla Reports Fourth Straight Quarter Of Profits, Net income 104 million Dollar (1).jpg

www.vyaapaarsamachar.com

  • લોકડાઉન છતાં ટેસ્લાએ ચોથા ક્વાર્ટરમાં 10.4 કરોડ ડોલરનો નફો નોંધાવ્યો
  • કંપની બંધ રખાઈ છતાં કર્મચારીઓનો પગાર સહિત તમામ લાભ અપાયા
  • સતત નફો નોંધાવ્યા બાદ કંપની S&P 500 ઈન્ડેક્સમાં સામેલ થવા યોગ્ય બની
  • કંપનીએ કેલિફોર્નિયામાં આવેલી તેની ફ્રીમોન્ટ ફેક્ટરી 23 માર્ચથી 11 મે બંધ રાખી હતી

નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉન છતાં ટેસ્લાએ ચોથા ક્વાર્ટરમાં 10.4 કરોડ ડોલરનો નફો મેળવ્યો છે. લોકડાઉનના કારણે ટેસ્લા કંપનીનું અમેરિકામાં આવેલ ઈલેક્ટ્રિક કાર અને સૌર પેનલ એસેમ્બલી ઉદ્યોગ સાત અઠવાડિયાથી બંધ હતો, તેમ છતાં ટેસ્લાએ કમાણી કરી.

ટેસ્લા કંપનીએ સતત ચોથા ક્વાર્ટરમાં નફો નોંધાવ્યો છે. આમ કંપની S&P 500 ઈન્ડેક્સમાં સામેલ થવા યોગ્ય બની ગઈ છે. જોકે આ અંગે નિર્ણય બાદમાં લેવામાં આવશે. ટેસ્લા કંપનીની ચોખ્ખી આવક 104 મિલિયન ડોલરે પહોંચી છે.

સ્થાનિક સરકારના નિયમોને કારણે કંપનીએ 23 માર્ચથી 11 મે સુધી કેલિફોર્નિયામાં આવેલી તેની ફ્રીમોન્ટ ફેક્ટરી બંધ રાખવી પડી હતી. ફેક્ટરી બંધ રહેવા છતાં કંપનીએ તેના લગભગ 10,000 કર્મચારીઓને પગાર, આરોગ્ય લાભો અને અન્ય લાભો ચુકવ્યા હતા.

Web Title: Tesla Reports Fourth Straight Quarter Of Profits, Net income 104 million Dollar