કોરોના સંકટ વચ્ચે ભારતમાં Hondaએ સર્જ્યો રેકોર્ડ, Activa 125ની વધી બોલબાલા

auto-news-india
|

July 26, 2020, 7:00 PM


With 11 BS6 Vehicles, Honda Crosses 11 Lakh BS 6 Sales Milestone.gif

www.vyaapaarsamachar.com

  • કોરોના સંકટ વચ્ચે હોન્ડાએ સૌથી વધુ ટુ-વ્હિલરનું વેચાણ કરી રેકોર્ડ સર્જ્યો
  • હોન્ડાએ ભારતમાં તેના BS-6 વાહનોના 11 લાખથી વધુ યૂનિટ્સનું વેચાણ કર્યું
  • ભારતીય માર્કેટમાં હોન્ડાના BS6 ટુ-વ્હિલર્સ વાહનો ગ્રાહકોને સૌથી વધુ પસંદ આવ્યા
  • કંપનીએ સપ્ટેમ્બર-2019માં BS6 એન્જિન સાથે Activa125 લોન્ચ કર્યું હતું

નવી દિલ્હી : કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન મોટાભાગની કંપની બંધ હાલતમાં છે, ત્યારે હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કુટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે તેના એક પ્રખ્યાત વાહન વેચાણમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

મળતા અહેવાલ અનુસાર, Honda 2Wheelers Indiaએ ભારતમાં તેના BS-6 વાહનોના 11 લાખથી વધુ યૂનિટ્સનું વેચાણ કર્યું છે. આ સાથે જ કંપની તરફથી સ્પષ્ટ કહેવાયું છે કે, ભારતીય માર્કેટમાં તેના બીએસ-6 ટુ-વ્હિલર્સ વાહનો ગ્રાહકોને સૌથી વધુ પસંદ આવ્યા છે.

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર યદવિંદર સિંઘ ગુલેરિયાએ જણાવ્યું કે, કંપનીએ સપ્ટેમ્બર-2019માં બીએસ 6 એન્જિન સાથે Activa125 લોન્ચ કરી હતી, જેણે માત્ર 9 મહિનામાં એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.

અહીં એ પણ નોંધવું જરૂરી છે કે, કોરોના વાયરસની મહામારીના કારણે ચાર મહિના ઓટો સેક્ટરની સૌથી ખરાબ હાલત થઈ છે, જે હોન્ડાની ઉપલબ્ધિને વધુ ખાસ બનાવે છે. તેનાથી વિપરીત હોન્ડાના મુખ્ય હરીફ હીરો મોટોકોર્પે આ વર્ષની શરૂઆતમાં BS6 ઉત્સર્જનના ધોરણોને બદલ્યા છે.

સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિરેક્ટર યદવિંદરસિંહ ગુલેરિયાએ જણાવ્યું કે, હોન્ડા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે હોન્ડાના 11 અપગ્રેડ થયેલા બીએસ-6 મોડેલોએ ભારતમાં ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે.

Web Title: Activa 6G Helps Honda Achieve Record 11 Lakh Sales For BS6 Two-Wheelers In India