કોરોના સંકટ વચ્ચે માઈક્રોસોફ્ટને ચોથા ક્વાર્ટરમાં 11.2 અબજ ડોલરનો નફો
share-market-news-india
|
July 23, 2020, 8:20 PM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : માઇક્રોસોફ્ટે ચોથા ક્વાર્ટરમાં 11.2 અબજ ડોલર અથવા શેર દીઠ 1.46 ડોલરનો નફો કર્યો છે, જે વોલ સ્ટ્રીટના અંદાજ કરતા ઘણો વધારે છે.
વોલ સ્ટ્રીટ પર કંપનીનો નફો 1.34 પ્રતિ શેર થવાની અપેક્ષા હતી. સોફ્ટવેર જાયન્ટે બુધવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા.
કંપનીનું કહેવું છે કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે તેના મુખ્ય ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે. એપ્રિલ-જૂનના ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક 13 ટકા વધીને 38 અબજ ડોલર થઈ છે.
ફેક્ટસેટના જણાવ્યા અનુસાર, વિશ્લેષકો કંપનીની આવક 36 અબજ અબજ ડોલર રહેવાનો અંદાજ લગાવી રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે, તેનો કોમર્શિયલ ક્લાઉટ બિઝનેસ વાર્ષિક ધોરણે પ્રથમ વખત 50 અબજ ડોલરનો આંકડો પાર કરી ગયો છે.
માઇક્રોસોફ્ટે જણાવ્યું કે, કોવિડ-19ના કારણે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે, જેના કારણે તેની ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ અને કાર્યસ્થળ ઉત્પાદકતાથી જોડાયેલા ઉત્પાદનો, જેવા કે ઇ-મેલ અને વિડિઓ કોન્ફરન્સિંગ ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે.
Web Title: Microsoft Sees Growth Amid Covid Pandemic Computing Demands