કોરોના : સાજા થયા એટલે બચી ગયા એવું ન સમજતા, વુહાનથી આવ્યા વધુ એક ચિંતાજનક સમાચાર

world-news
|

August 05, 2020, 7:16 PM

| updated

August 05, 2020, 7:18 PM


Wuhan’s 90 per cent of recovered COVID-19 patients in suffering from lung damage.jpg

વુહાનઃ કોરોના વાયરસના સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓ માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. પ્રાપ્તિ અહેવાલ મુજબ આ વૈશ્વિક મહામારીનું એપી સેન્ટર એટલે ચીનના વુહાન શહેરમાં કોવિડ-19ના સાજા થયેલા 90 ટકા દર્દીઓના ફેફસાંને નુકસાન પહોંચ્યુ હોવાની ગંભીર વાત સામે આવી છે.

વુહાન શહેરની એક અગ્રણી હોસ્પિટલમાંથી સાજા થયેલા કોવિડ-19ના દર્દીઓના એક જૂથના લેવાયેલા સેમ્પલમાંથી 90 ટકા દર્દીઓના ફેફસાંને નુકસાન પહોંચ્યુ હોવાની વાત સામે આવી છે જ્યારે પાંચ ટકા દર્દીઓ ફરીથી કોરોના સંક્રમત મળી આવ્યા બાદ હાલ ક્વોરેન્ટાઇનમાં છે. મીડિયામાં આજે બુધવારે વુહાન શહેરમાંથી આ ચિંતાજનક સમાચારાવ્યા છે.

વુહાન યુનિવર્સિટીના ઝોંગનન હોસ્પિટલના પેશન્ટ કેર યુનિટીના ડિરેક્ટર પેંગ ઝિયોંગની આગેવાનીમાં એક જૂથે એપ્રિલથી સાજા થયેલા 100 દર્દીઓને ફરી મળીને તેમના આરોગ્યની તપાસ કરી હતી.

એક વર્ષ સુદી ચાલનાર આ પહેલના પ્રથમ તબક્કાની કામગીરી જુલાઇમાં સમાપ્ત થઇ છે. આ સર્વેમાં શામેલ દર્દીઓની પર સરેરાશ 59 વર્ષ છે.

સરકારી ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ પ્રથમ ચરણના પરિણામ મુજબ કોરોના સંક્રમણથી સાજા થયેલા 90 ટકા દર્દીઓના ફેફસાં હાલ ખરાબ સ્થિતિમાં છે, જેનો અર્થ એ છે કે તેમના ફેફસાંમાં હવાનો પ્રવાહ અને ગેસની અવર-જવરની કામગીરી અત્યાર સુધી સ્વસ્થ લોકોના સ્તર સુધી પહોંચી શકી નથી.  

આ જૂથે દર્દીઓના ચાલવાની ક્ષમતાની પણ તપાસ કરી હતી. તેમણે નોંધ્યુ કે, બિમારીમાંથી સાજા થયેલા લોકો છ મિનિટના ગાળામાં 400 મીટર જ ચાલી શકે છે જ્યારે તંદુરસ્ત લોકો આ દરમિયાન 500 મીટરનું અંતર કાપી શકે છે.

બેઇજિંગ યુનિવર્સિટી ઓફ ચાઇનીઝ મેડિસીનના ડોંગઝેમિન હોસ્પિટલના ડોક્ટર લિયાંગ ટેગશિયાઓ દ્વારા જાહેર કરાયેલા આ જણાવાયુ છે કે, હોસ્પિટલમાંથી રજા મળ્યાના ત્રણ મહિનાબાદ પણ સાજા થયેલા કેટલાંક દર્દીઓને ઓક્શિજન મશિનની જરૂર પડે છે.

લિયાંગના જૂથે પણ સાજા થયેલા 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને મળીને તેમની માહિતી મેળવવાની કામગીરીમાં લાગેલા છે.    

તપાસમાં એવું પણ જાણવા મળ્યુ કે, નવા કોરોના વાયરસની વિરુદ્ધ બનેલી એન્ટીબોડિસ પણ 100 દર્દીઓમાંથી 10 ટકામાં હાલ ન હતી.    

કોવિડ-19 ન્યૂક્લિઇક એસિડ ટેસ્ટમાં તેમાંથી  5 ટકાનું રિઝલ્ટ નેગેટિવ આવ્યુ પરંતુ ઇમ્યૂનોગ્લોબુલિન એમ (આઇજીએમ) ટેસ્ટમાં તેનામાં સંક્રમણ હોવાનું જાણવા મળ્યુ જેથી તેમને ફરી ક્વોરેન્ટાઇન કરવાની જરૂર પડી હતી.  

જ્યારે કોઇ વાયરસ હુમલો કરે છે તો ઇમ્યુનિટી સિસ્ટમ દ્વારા સામાન્ય રીતે સૌથી પહેલી એન્ટિ બોડી આઇજીએમ બને છે. આઇજીએમ ટેસ્ટમં પોઝિટિવ રિઝલ્ટ મળવાની આશા સામાન્ય રીતે એ છે કે વ્યક્તિ હજી પણ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. એ હજી સુધી સ્પષ્ટ થયુ નથી કે શું તેનો અર્થ એ છે કે આ લોકો ફરીથી કોરોના સંક્રમિત થયા છે. પેંગે હક્યુ કે, આ પરિણામ દેખાડે છે કે, દર્દીઓની ઇમ્યુનિટી સિસ્ટમ હજી પણ સુધી રહી છે.    

Web Title: Wuhan’s 90 per cent of recovered COVID-19 patients in suffering from lung damage