કોરોનિલ વિવાદ વચ્ચે બાબા રામદેવનો દાવો- એટલી માંગ કે પૂરી કરવી મુશ્કેલ

india-news
|

August 06, 2020, 11:43 AM


Coronil, Supply, Demand, Baba Ramdev, Coronil Controversy, COVID 19 Outbreak, Patanjali Ayurveda.jpg

નવી દિલ્હી: તાજેતરમાં યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો હતો કે, પતંજલિ આયુર્વેદ દ્વારા તૈયાર કરાયેલ કોરોનિલ દવા કોરોનામાં ખૂબ અસરકારક છે. આ અંગે ઘણા વિવાદ થયા હતા અને પછી તેમણે કહ્યું હતું કે કોરોનિલ દવા પ્રતિરોધક ક્ષમતા (ઈમ્યુનિટી) વધારવામાં કારગત છે. તેમના કહેવા મુજબ પતંજલિ આયુર્વેદમાં દરરોજ કોરોનિલ માટે 10 લાખ પેકેટની માંગ મળી રહી છે.

બાબા રામદેવે બુધવારે કહ્યું કે, હરિદ્વાર સ્થિત આ કંપની માગને પૂરા કરવા માટે ઝઝૂમી રહી છે, કેમ કે અત્યારે રોજના એક લાખ પેકેટની આપૂર્તિ કરી રહી છે. તેઓએ દાવો કર્યો કે, આજે અમારી પાસે રોજ કોરોનિલના 10 લાખ પેકેટની માગ છે અને અમે ફક્ત એક લાખ જ પેકેટની આપૂર્તિ કરી શકીએ છીએ. રામદેવે કહ્યું કે, પતંજિલ આયુર્વેદે તેની કિંમત 500 રૂપિયા રાખી હતી. કોરોના કાળમાં જો અમે તેની કિંમત 5000 રૂપિયા લગાવી હોત તો અમે સરળતાથી 5000 કરોડ રૂપિયા કમાવી શકતા હતા. પણ અમે તેવું કર્યું ન હતું.

રામદેવ ઉદ્યોગ સંસ્થા એસોચેમ દ્વારા વીડિયો કોન્ફરન્સ ‘આત્મ નિર્ભર ભારત – વોકલ ફોર લોકલ’ દ્વારા આયોજીત કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, જૂનની શરૂઆતમાં રામદેવે દાવો કર્યો હતો કે કોરોનિલ કોવિડ -19 દર્દીઓનો ઇલાજ કરી શકે છે. જો કે, આયુષ મંત્રાલયે તુરંત વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો અને બાદમાં કેન્દ્રીય મંત્રાલયે કહ્યું હતું કે પતંજલિ ફક્ત આ ઉત્પાદનને ઈમ્યુનિટી ક્ષમતા વધારતી દવા તરીકે વેચી શકે છે અને તેને કોવિડ -19 ની સારવાર તરીકે વેચી શકશે નહીં. તેમણે કહ્યું કે, અમે અમારા ગાયના ઘીને રૂ. 1,300-1,400 કરોડની વાર્ષિક બ્રાન્ડ બનાવી છે. પતંજલિ જૂથનું અંદાજિત ટર્નઓવર લગભગ 10,500 કરોડ છે.

Web Title: Baba Ramdev’s claim amidst Coronil controversy – so much demand that it is difficult to meet