કોર્પોરેટ નાદારીના નવા કેસોની સંખ્યા જૂન ક્વાર્ટરમાં 83% ઘટી

share-market-news-india
|

September 02, 2020, 6:00 PM


Number of corporate insolvency resolution processes admitted by NCLT down 83% in June quarter.jpg

મુંબઇઃ કોરોના મહામારી અને લોકડાઉનના કટોકટી કાળમાં દેશમાં કોર્પોરેટ ઇન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP)ના નવા કેસોની સંખ્યા ઘટી છે. જૂન ક્વાર્ટરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં દાખલ થયેલા નવા CIRP કેસોની સંખ્યા ત્રિમાસિક તુલનાએ 83 ટકા ઘટી છે.  

વર્ષ પૂર્વેના જૂન ક્વાર્ટર 2019 દરમિયાન નાદારીની કોર્ટમાં 435 કોર્પોરેટ ઇન્સોલન્સીના કેસ દાખલ થયા હતા જેની સામે તાજેતરના જૂન ક્વાર્ટર 2020માં કોર્પોરેટ નાદારીના માત્ર 76 કેસ દાખલ થયા છે એવું ઇન્સોલવન્સી અને બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (IBBI)ના આંકડાથી જાણવા મળ્યુ છે.

મોટા ભાગે કંપનીઓને કોરોના મહામારીની અસરથી બચાવવા અને લોકડાઉનથી બચાવવા માટે 25મી માર્ચથી CIRPની કાર્યવાહી સ્થગિત કરવાના વટહુકમના પ્રતાપે જૂન ક્વાર્ટરમાં કોર્પોરેટ કંપનીઓના નાદારીના કેસોની સંખ્યામાં થયો છે.

 જૂન ક્વાર્ટર દરમિયાન, 12 કોર્પોરેટ નાદારીના કેસોમાં રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી અપાતા 12 કોર્પોરેટ નાદારીના કેસોની પતાવટ થઇ છે જ્યારે બાકીના 24 કેસોમાં દેવાદાર કંપનીને ફડચામાં ધકેલવામાં આવી છે.

જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં એનસીએલટીમાં 301 CIRP કેસ દાખલ થયા હતા, જેમાં 26 કેસોમાં રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી અપાઇ હતી અને 96 કેસોમાં લિક્વિડેશનનો નિર્ણય લેવાયો છે.

નવા આંકડા ઉમેરતા ડિસેમ્બર 2016માં ઇન્સોલવન્સી અને બેન્કરપ્સી કાયદો અમલમાં આવ્યા બાદ અત્યાર સુધી નોંધાયેલા નાદારીના કેસોની સંખ્યા વધીને 3911 થઇ છે. જેમાંથી 1803 કેસો બંધ થયા છે, રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી 250 (13.86 ટકા)નો નિકાલ કરાયો છે અને 955 (52.96 ટકા) કેસોમાં કંપની કે દેવાદારને ફડચામાં ધકેલવામાં આવ્યા છે. બાકીના કેસોમાં અપીલ અથવા સમીક્ષા દ્વારા કેસ પાછો ખેંચવામાં આવ્યો કાં તો બંધ કરાયો અથવા પતાવટ કરવામાં આવી હતી.  

Web Title: Number of corporate insolvency resolution processes admitted by NCLT down 83% in June quarter