કોલંબો નજીક IOCના જાયન્ટ ક્રૂડ ઓઇલ શિપમાં વિસ્ફોટ

share-market-news-india
|

September 03, 2020, 11:48 AM


Indian Oil Corp’s New Diamond VLCC catches fire off Colombo.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી : છેલ્લા બે વર્ષથી ક્રૂડ ઓઈલ શિપમાં આગ લાગવાની અને હુમલાની ઘટનાઓ વધી રહી છે. આજે કોલંબો નજીક એક મોટા ક્રૂડ ઓઈલ શિપમાં વિસ્ફોટના અહેવાલ મળી રહ્યાં છે.

વિશાળ ક્રૂડ વાહક ન્યૂ ડાયમંડ, VLCC(very large crude carrier)માં ઘડાકાભેર આગ લાગી છે. મહત્વની વાત એ છે કે આ ક્રૂડ કેરિયર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન હસ્તક છે.

કુવૈતથી પારાદીપ જઈ રહ્યું હતુ ત્યારે New Diamond VLCC ક્રૂડ કેરિયરમાં વિસ્ફોટ થયો છે. કુવૈતના મિના અલ અહમંદી પોર્ટથી પૂર્વભારત સ્થિત IOCની પારાદીપ રિફાઈનરી તરફ આ VLCC પૂર્ણસ્ટોક સાથે આવી રહ્યું હતુ.

આ અંગે તાત્કાલિક ધોરણે IOC તરફથી કોઈ પ્રતિક્રિયા રોઈટર્સને આપવામાં આવી નથી.

Web Title: Indian Oil Corp’s New Diamond VLCC catches fire off Colombo: Reuters