કોવિડ 19 ઇફેક્ટ : ગ્લોબલ રિયલ એસ્ટેટ રોકાણ 33 ટકા ઘટ્યું
world-news
|
July 20, 2020, 2:23 PM

vyaapaarsamachar.com
અમદાવાદ : કોરોના વાયરસને કારણે સોદાઓમાં ઘટાડો થયો છે. આ કારણે વૈશ્વિક રિયલ એસ્ટેટ રોકાણ ચાલુ વર્ષ પ્રથમ છમાસિક દરમિયાન 33 ટકા જેટલું ઘટ્યું હોવાના અહેવાલ છે. બ્રોકર સેવિલ્સ પીએલસીના એક રિપોર્ટ અનુસાર એશિયા પેસિફિક ક્ષેત્રમાં સૌથી વધુ નુકશાન થયું છે. અહીં ગત વર્ષની સરખામણીએ 45 ટકા જેટલું રોકાણ ઘટ્યું છે. બીજી તરફ અમેરિકામાં 36 ટકા તેમજ યુરોપ,મિડલ ઇસ્ટ અને આફ્રિકામાં 19 ટકા જેટલું રોકાણ ઘટ્યું છે.
સેવિલ્સની રિપોર્ટ અનુસાર લોકડાઉનને કારણે પર્યટન ઉદ્યોગ સદંતર બંધ થઇ ગયો હતો. આ કારણે હોટેલ્સના રોકાણમાં પ્રથમ છમાસિક દરમિયાન 59 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રિટેલ એસેટમાં પણ 41 ટકાનો ઘટાડો જોવાયો હતો. બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્શિયલ એસેટ મજબૂત પ્રદર્શન કરી રહી છે.
ગ્લોબલ કેપિટલ માર્કેટ્સના સેવિલ્સ હેડ સાઈમન હોપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાકી રહેલા 2020 માટેનું રોકાણ કોરોના વાયરસ પૂર્વેના સ્તરથી નીચે રહેવાનું અનુમાન છે કેમ કે ઇન્વેસ્ટર મારેકટ ક્લેરિટીની રાહ જોઈ રહ્યા છે. રોકાણકારો દ્વારા સેફ એસેટ,લોજિસ્ટિક્સ,રેસિડેન્શિયલ અને લાઈફ સાયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
બીજી તરફ દેશના સ્થાનિક પ્રોપર્ટી ડેવલપર ઓફિસ પ્રોપર્ટીના ક્ષેત્રમાં ડેવલપમેન્ટ મેનેજમેન્ટ પાર્ટનરના રૂપમાં વૈશ્વિક રિયલ એસ્ટેટ ડેવલપરો સાથે તાલમેલ કરી રહ્યા છે જેનાથી આંતરરાષ્ટ્રીય ભાડુઆતો અને રોકાણકારોને આકર્ષિત કરી શકાય. ડેવલપમેન્ટ મેનેજમેન્ટમાં જમીનના મલિક પર મંજૂરીઓ અને નિર્માણ શતું થયા અગાઉની અન્ય પ્રક્રિયાઓની જવાબદારી હોય છે. બીજી તરફ અન્ય એક પાર્ટનર એક શુલ્કના અવેજમાં નિર્માણ,માર્કેટિંગ,લીજિંગ અને અન્ય કામ જુવે છે.
Web Title: Global real estate investment plunges 33% amid Covid pandemic