ક્રિપ્ટોને કોમોડિટીમાં શરતી મંજૂરી આપવામાં આવે : સુભાષ ગર્ગ 

forex-news-india
|

July 18, 2020, 3:25 PM


Former DEA Secy Garg proposes allowing cryptos as commodity with rules.jpg

vyaapaarsamachar.com 

અમદાવાદ :  આર્થિક બાબતોના વિભાગ (ડીઇએ) ના સચિવ અને વર્ચ્યુઅલ કરન્સી અંગેની આંતર-મંત્રાલય સમિતિના વડા સુભાષ ગર્ગે શુક્રવારે કહ્યું હતું કે સરકારે ક્રિપ્ટોનું ચલણને સ્થાને એસેટ અથવા કોમોડિટી  તરીકે નિયમન કરવું જોઈએ.ક્રેડિટ રેટિંગ્સ ફોર એક્સચેન્જ,બ્લોકચેઇન અને કોઈન ઓફરિંગ અને લો ફર્મ ખૈતાન & કંપની આયોજિત એક વેબિનારમાં ગર્ગે કહ્યું હતું કે નવા  ડ્રાફ્ટ બિલમાં બીટકોઈન અને અન્ય વર્ચ્યુલ કરન્સી પર પ્રતિબંધ લગાવવા માટે પ્રસ્તાવ છે. તેમાં ક્રિપ્ટોને એસેટ  તરીકે  વર્ગીકૃત કરાઈ નથી. 

આ નિયમન અનુસાર સરકારે ક્રિપ્ટોને કોમોડિટી અથવા એસેટ તરીકે મંજૂરી આપવી જોઈએ. ગર્ગે ઉમેર્યું હતું કે, અમે વર્ચુઅલ કરન્સી કમિટીના અહેવાલમાં જણાવ્યું હતું તેના પર વળગી રહ્યા છીએ. ક્રિપ્ટોને એસેટ બનાવવી તે વ્યક્તિનો અધિકાર છે.

ગર્ગનું આ ઓબ્ઝર્વેશન  ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી દ્વારા સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે કારણ કે તેમણે વર્ચુઅલ કરન્સી પરની સરકારી સમિતિના વડા તરીકે ચલણ તરીકે તેના પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.જોકે હવે તેઓએ કહી રહ્યા છે કે તેને કોમોડિટી તરીકે મંજૂરી આપવી જોઈએ.

CREBACO Global Incના ફાઉન્ડર અને સીઈઓ સિદ્ધાર્થ સોંગાનીએ જણાવ્યું હતું કે ક્રિપ્ટોથી ડરવાની કે તેની પર પ્રતિબંધ મુકવાની જરૂર નથી. બીજી તરફ ક્રિપ્ટો ટ્રેડિંગની  સુવિધા આપતા પ્લેટફોર્મ વઝીરએક્સના સ્થાપક નિશ્ચલ શેટ્ટીએ કહ્યું હતું કે લોકડાઉન પછી ક્રિપ્ટો કરન્સી વિશે જાણવા અને સમજવા માંગતા લોકોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે.

Web Title: Former DEA Secy Garg proposes allowing cryptos as commodity with rules