ખતરનાક ભેજાબાજ : આ શખ્સે ઘરના કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી ખરીદી કરોડોની કાર

world-news
|

August 04, 2020, 7:30 PM


Florida Man Buys Porsche With Check Printed From Home Computer (1).jpg

www.vyaapaarsamachar.com

વોશિંગ્ટન : અમેરિકાના ફ્લોરિડામાંથી એક ખતરનાક ભેજાબાજનો કિસ્સો સામે આવ્યો છે. આ એક એવો મામલો છે જે સાંભળીને પણ ચોંકી જશો. અહીંના એક વ્યક્તિએ બનાવટી ચેકની મદદથી ‘પોર્શે 911 ટર્બો’ લક્ઝરી કાર ખરીદી હતી, જેની કિંમત આશરે 140,000 ડોલર દર્શાવાઈ છે. જો આ મામલાની ભારતીય ચલણ મુજબ વાત કરીએ તો આ કેસ કરોડો રૂપિયાનો હોઈ શકે છે. પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધો છે.

શું છે આખો મામલો?

ફોક્સ બિઝનેસના રિપોર્ટ અનુસાર, 42 વર્ષના કેસેટ વિલિયમ કેલ્લી નામના શખ્સે 27 જુલાઈના રોજ ડિસ્ટિનની પોર્શ ડિલરશીપમાંથી ‘પોર્શે 911 ટુબ્રો’ ખરીદી હતી, જેના માટે તેણે કેશીયરને ચેક પણ આપ્યો અને તે ચેક કેશિયરે સ્વિકારી પણ લીધો. જોકે કેશિયરને ત્યારે તે ખબર ન હતી કે, આ ચેક વિલિયમે ઘરના કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢેલો છે. જ્યારે કેશિયરે આ ચેક ઓકાલોસા કાઉન્ટીમાં આવેલી મુખ્ય ઓફિસમાં જમા કરાવ્યો. ત્યારે મુખ્ય ઓફિસને ચેક ખોટો હોવાની જાણ થઈ…

આરોપી ખરીદી રહ્યો હતો રોલેક્સ ઘડિયાળ

અધિકારીઓએ જણાવ્યું કે, કેલીએ જર્મન લક્ઝરી કાર ખરીદ્યા પછી તરત જ ત્રણ રોલેક્સ ઘડિયાળો ખરીદવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ માટે તે મીરમાર બીચના એક ઝવેરીને મળ્યો અને તેને, 61,521 ડોલરનો નકલી ચેક આપ્યો. જો કે ઝવેરીએ જ્યાં સુધી ચેક ક્લિયરન્સ ન થાય ત્યાં સુધી ઘડિયાળો તેની પાસે જ રાખી હતી.

ઘરે જ પ્રિન્ટ કર્યા હતા ચેક

ધરપકડ કર્યા બાદ કેલીએ કથિત રીતે અધિકારીઓને જણાવ્યું કે, આ ચેક તેણે બેંકમાંથી નહીં પણ ઘરના કમ્પ્યુટરમાંથી જ પ્રિન્ટ કાઢ્યા હતા. અંતે પોલીસે આરોપીની ધરપકડ કરી તેને વોલ્ટન કાઉન્ટીની જેલમાં ધકેલી દીધો છે.

Web Title: Florida Man Busted After Allegedly Buying Porsche 911 Turbo Car With Fake Check Printed At Home