ખાદ્યચીજોના ભાવ વધતા જુલાઇમાં મોંઘવારી દર વધીને 6.93 ટકા

india-news
|

August 13, 2020, 6:36 PM

| updated

August 13, 2020, 6:54 PM


Retail inflation rose up to 6.93% in July on the back of higher food prices.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ કોરોના કાળમાં આર્થિક સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે જેનું કારણ છે આવકમાં ઘટાડો અને વધતી મોંઘવારી. જુલાઇ મહિનામાં ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ ફુગાવો સાધારણ વધીને 6.93 ટકા વ્યો છે જેનું કારણ ઉત્તર ભારતમાં પૂર અને વિપેક્ષ પડવાથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે.

કન્ઝ્યુમર ફૂડ ઇન્ડેક્સ એટલે કે ખાદ્ય ચીજીનો મોંઘવારી દર જૂનના 8.72 ટકાથી વધીને જુલાઇમાં 9.62 ટકાના સ્તરે પહોંચી ગયો છે.

આ સાથે સરકારે જૂન મહિનાનો મોંઘવારી દરનો આંકડો સુધારીને 6.23 ટકા જાહેર કર્યો છે.

સતત બીજા મહિને RBIના લક્ષ્યાંક કરતા મોંઘવારી દર ઉંચો

આજે જાહેર થયેલો મોંઘવારી દર રિઝર્વ બેન્કના મીડ-ટર્મ ઇન્ફ્લેશન ટાર્ગેટથી ઉપર છે. ઉંચા રિટેલ ફુગાવાના કારણે રિઝર્વ બેન્કે તાજેતરમાં યોજાયેલી ધિરાણનીતિની બેઠકમાં નાણાંકીય નીતિગત દરો સ્થિર રાખ્યા હતા. આ ધિરાણનીતિની જાહેરાત કરતી વધતે રિઝર્વ બેન્કે વધી રહેલી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.  

રિઝર્વ બેન્કે રિટેલ ઇન્ફ્લેશન 2થી 6 ટકાની વચ્ચે રહેવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ સતત બીજો એવો મહિનો છે જ્યારે રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના નિર્ધારિત લક્ષ્યાંક કરતા મોંઘવારી દર ઉંચો રહ્યો છે.

રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલયે કહ્યુ કે, સામાન્ય રીતે 1114 અર્બન માર્કેટ અને પસંદગીના 1181 ગામડાંઓમાં એનએસઓના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝનના ફિલ્ડ સ્ટાફ સાપ્તાહિક રોસ્ટરના આધારે જાતે જઇને વસ્તુઓના ભાવ એક્ત્ર કરે છે. એનએસઓ એ કહ્યુ કે, મહામારીને પગલે લાદેલા વિવિધ પ્રતિબંધો ધીમે ધીમે હટાવતા અને બિન આવશ્યક ગતિવિધિઓ ફરીથી શરૂ થવાની સાથે જ જુલાઇમાં ભાવ સાથે જોડાયેલા આંકડાઓની ઉપલબ્ધતા વધી છે. જુલાઇમાં 1054 શહેરો અને 1089 ગામડાઓમાંથી માલસામાનના આંકડાઓ એક્ત્ર કર્યા છે.  

Web Title: Retail inflation rose up to 6.93% in July on the back of higher food prices