ખાનગી ટ્રેન ચલાવવા માટે 23 કંપનીઓએ રસ દાખવ્યો 

india-news
|

August 13, 2020, 4:18 PM

| updated

August 13, 2020, 4:20 PM


Bombardier, Siemens among 23 firms keen on running private trains in India.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : ભારતમાં ખાનગી ટ્રેનો ચલાવવાની કવાયત તેજ બની છે. ભારતીય રેલ્વેએ બુધવારે દેશમાં ખાનગી ટ્રેનો ચલાવવા માટે બીજી પ્રિ-એપ્લિકેશન કોન્ફરન્સ યોજી હતી જેમાં 23 કંપનીઓએ ભાગ લીધો હતો. બોમ્બાર્ડિયર, એલ્સ્ટોમ, સિમેન્સ અને જીએમઆર સહિત 23 કંપનીઓએ ખાનગી ટ્રેનો ચલાવવામાં રસ દાખવ્યો. ભારતીય રેલ્વેએ બુધવારે તેની માહિતી આપી હતી.  

રેલવેએ જણાવ્યું હતું કે, અરજીઓની પ્રક્રિયા પહેલા બુધવારે આ કંપનીઓએ આ સંદર્ભે મળેલી મીટિંગમાં હાજરી આપી હતી. 12 ક્લસ્ટરોમાં ખાનગી ટ્રેનો ચલાવવા આ બેઠકમાં બીઇએમએલ, આઈઆરસીટીસી, ભેલ, સીએએફ, મેધા ગ્રુપ, સ્ટરલાઇટ, ભારત ફોર્જ, જેકેબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, L&T અને ટીટાગઢ  વેગન્સ લિમિટેડ પણ હાજર હતા.  

બીજી તરફ રેલવે મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાનગી ખરીદદારોને ટ્રેનો ખરીદવાની બાબતમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે. મંત્રાલયે તે પણ સ્પષ્ટ કર્યું કે ખાનગી ટ્રેન ઓપરેટરોને તેમના મુસાફરો પાસેથી વસૂલવાનું ભાડુ નક્કી કરવાની સ્વતંત્રતા રહેશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી ટ્રેનો 15 મિનિટના અંતરે દોડશે. દરેક નવી ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હશે. કોચની મહત્તમ સંખ્યા સંબંધિત માર્ગ પર દોડતી સૌથી લાંબી પેસેન્જર ટ્રેનથી વધુ નહીં હોય. આ ટ્રેનોની મહત્તમ સ્પીડ 160 કેપીએફની હશે.દેશમાં 12 ખાનગી ટ્રેનોની પ્રથમ બેચ 2023 માં કામગીરી શરૂ કરશે, ત્યારબાદ આગામી નાણાકીય વર્ષમાં આવી 45 ટ્રેનો શરૂ થશે. રેલ્વેના અધિકારીના જણાવ્યા અનુસાર, આવી તમામ 151 ખાનગી ટ્રેનો તેમના પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ 2027 સુધીમાં શરૂ થશે.   

Web Title: Bombardier, Siemens among 23 firms keen on running private trains in India