ખાનગી શાળાઓની દાદાગીરી, કાલથી ઓનલાઇન એજ્યુકેશ બંધ કરશે

india-news
|

July 22, 2020, 6:42 PM

| updated

July 22, 2020, 8:09 PM


Private schools will close online education for students from tomorrow.jpg

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીથી વિદ્યાર્થીઓના ભણતરને ન પૂરાય તેવી ખોટ પડી રહી છે. ફીના મામલે વિવાદ વકરતા હવે ખાનગી શાળાઓએ આવતીકાલથી ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આજે ગુજરાત ખાનગી શાળા મહામંડળની યોજાયેલી બેઠકમાં આવતીકાલથી ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન એજ્યુકેશનથી વિદ્યાથીઓના ભણતર પર માઠી અસર થવાની આશંકા છે. આમ ઓનલાઇન એજ્યુકેશન સામે શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો હતો.   

ફી મામલે વાલીઓને રાજ્ય સરકારે આપી

રાજ્ય અને સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે, જેને લઇને લૉકડાઉનની સ્થિતિમાં લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. આ કપરા સમયમાં પણ સ્કૂલો કમાણી કરવા માગે છે. જોકે સરકાર દ્વારા રાશન, લાઇટ બિલ સહિત અનેક બોજને હળવા કરવા મદદ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતેે મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 55,000 શાળાઓમાં સવા કરોડ બાળકો ભણે છે. કોરોનાને કારણે લૉકડાઉનની સ્થિતિને જોતા એમની આર્થિક હાલત પ્રમાણે સ્કૂલની ફી લેવાનું નક્કી થયું હતું પણ આ બાળકો સામે સ્કૂલો પોતાની મનમાની ચલાવી રહી છે. ગુજરાતમાં સ્કૂલ સંચાલકો ફી મામલે કોઈ બાંધછોડ કરવા માગતા નથી. કેજી અને નર્સરી સુધીની પણ ફી માગી રહ્યાં છે. જે બાળકોને ઓનલાઈન શિક્ષણ એટલે શું એની ખબર પડતી નથી. જેઓને પીડીએફ મોકલી સ્કૂલ સંચાલકો ફીની માગણીના સતત મેસેજો કરી વાલીઓ પર પ્રેશર કરી રહ્યાં છે. આ મામલે હવે સરકાર કડક બની છે. હવે આ ફી વાલીઓ પાસેથી શાળા સંચાલકો નહીં ઉધરાવી શકે.

હાઈકોર્ટે પણ વાલીઓના તરફેણમાં આપ્યો ચૂકાદો

ગુજરાત હાઇકોર્ટે પણ સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે. હાઇકોર્ટ કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હતા જે સામે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરુ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓ ને દબાણ નહિ કરી શકે. હાઇકોર્ટે સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓએ પગલાં લેવાના આદેશ આપ્યા છે. કોરોનાના કપરાકાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા જાહેરહિતની અરજી થઈ હતી. જેમાં આજે નિર્ણય લેવાયો છે.

જેમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકોને ફીની ઉઘરાણી ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારે  આ મામલે મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યના વિધાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગે પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં વિધાર્થીઓની ઈતર પ્રવૃત્તિ સહિત ટ્યુશન ફી માટે લેવામાં આવતી ફી ના વસુલવી, જ્યાં સુધી શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી ટ્રાસ્પોર્ટ, ટ્યૂશન ફી નહીં વસૂલી શકે શાળાઓ.

સરકારે  આ મામલે મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો.

  • વિધાર્થીઓની ઈતર પ્રવૃત્તિ સહિત ટ્યુશન ફી માટે લેવામાં આવતી ફી ના વસુલવી
  • શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી ટ્રાસ્પોર્ટ ફી નહી વસૂલવી
  • ટ્યૂશન ફી નહીં વસૂલી શકે શાળાઓ

જો કોઈ વાલીએ ફી ભરી હોય તો શાળા શરૂ થાય તે શાળા સંચાલકોએ ફી સરભર કરવાની રહેશે, કોઈપણ શાળા ફી વધારો નહિ કરી શકે. 30 જૂન સુધી ફી ન ભરનાર વિધાર્થીઓને શાળા એલસી આપી શકશે નહીં.

Web Title: Private schools will close online education for students from tomorrow