ખેતાનથી હાથ મિલાવશે બર્મન, એવરેડી ઈન્ડસ્ટ્રીઝમાં બર્મનનું પ્રભુત્વ વધશે

share-market-news-india
|

July 22, 2020, 9:46 PM


Khaitans Likely To Join With Burmans To Run Eveready Industries, Eveready Industries may onboard FMCG major Dabur family as strategic partner, Say Sources.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હી : દેશની સૌથી મોટી ડ્રાય સેલ બેટરી ઉત્પાદક એવરેડી ઈન્ડસ્ટ્રીઝ ઇન્ડિયાના વ્યવસાયને સંચાલિત કરવા માટે ડાબર ઈન્ડિયાના પ્રમોટર્સ બર્મન પરિવારે વિલિયમસન મેગર ગ્રુપના ખેતાન સાથે હાથ મિલાવ્યા છે. આ બાબતથી જાણકાર પરિચિત સ્ત્રોતોએ જણાવ્યું કે, હાલ ડીલ અનુસાર કામ થઈ રહ્યું છે, જોકે બર્મન સહ-પ્રમોટર તરીકે તેમાં જોડાશે અને ડિરેક્ટર બોર્ડમાં પણ તેમનું પ્રતિનિધિત્વ રહેશે.

લગભગ એક અઠવાડિયા પહેલા બર્મન દ્વારા આશરે કંપનીમાં હપ્તા તરીકે 8.48 ટકા હિસ્સો ખરીદ્યા બાદ એવડેરીમાં પ્રમોટર્સનો હિસ્સો બર્મનથી ઓછો થઈ ગયો છે. હાલ બર્મન પરિવાર પરિવાર પાસે એવરેડીમાં 19.84 ટકા હિસ્સો છે, જ્યારે પ્રમોટર્સનો હિસ્સો 15.07 ટકા છે. સૂત્રોએ જણાવ્યું કે, હાલની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ બર્મન પરિવાર કંપનીનો બહુમત ભાગીદાર હોઈ શકે છે. આ ભાગીદારી સાથે એવરેડી પ્રમોટર્સ આશા રાખે છે કે, લાંબાગાળે કંપનીના હિતો સુરક્ષિત રહેશે.

જો કે, તેમાં કાયદાકીય ગુંચ પણ છે. દિલ્હી હાઇકોર્ટના વચગાળાના આદેશને કારણે સોદાને અંતિમ રૂપ આપવાનો મામલો પેન્ડિંગ છે. અદાલતે એવરેડી, મૈકલોયડ રસેલ ઇન્ડિયા અને વિલિયમસન મેગર ગ્રુપની અન્ય કંપનીઓની સંપત્તિના મૂડી માળખામાં અને વેચાણમાં ફેરફાર લાદ્યો છે. કેકેઆર ઇન્ડિયાએ મૂળ રૂપે 200 કરોડની લોન વિલિયમસન મેગર ગ્રુપ ઓફ કંપનીઝને આપી હતી અને ગયા વર્ષે તેના રોકાણ પર રાહત માટે કોર્ટમાં પહોંચી હતી. જો આ મામલે ખેતાનની તરફેણમાં કોઈ નિર્ણય આવશે, તો સોદાનો માર્ગ સ્પષ્ટ થઈ જશે.

Web Title: Khaitans Likely To Join With Burmans To Run Eveready Industries, Eveready Industries may onboard FMCG major Dabur family as strategic partner, Say Sources