ખોટ કરતી કંપનીઓની જમીન વેચવા સરકાર બનાવશે નવો કાયદો

share-market-news-india
|

September 04, 2020, 5:15 PM


Government will make new law to sell the land of loss-making PSU companies.jpg

www.vyaapaarsamachar.com

નવી દિલ્હીઃ મોદી સરકાર એક પછી એક સરકારી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી વેચવાની રણનીતિ ઘડ્યા બાદ હવે ખોટ કરતી પીએસયુ કંપનીઓની જમીન વેચવાની વ્યૂહરચના બનાવી રહી છે. આવી ખોટ કરતી PSU એ મોટા પ્રમાણમાં ફાજલ જમીન છે અને તેને વેચવા માટે એક નવો કાયદો લેન્ડ મેનેજમેન્ટ એજન્સી બનાવી રહી છે. પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ આવી PSU કંપનીઓ પાસે મોટા પ્રમાણાં જમીનો છે અને સાથે-સાથે પ્લન્ટ અને મશિનરીઓ વેચવા માટે સરકાર નવી યોજના ઘડી રહી છે. તેને બે વિભાગમાં વહેંચવામાં આવી છે.

આ યોજનાના પ્રથમ ભાગમાં સરકાર જમીન વેચવા માટે લેન્ડ મેનેજમેન્ટ એજન્સી (Land Management Agency) બનાવશે. આ એજન્સીની પાસે તમામ કંપનીઓની જમીન પહોંચી જશે. ત્યારબાદ આ એજન્સીઓ ઉંચા ભાવે અલગ-અલગ કંપનીઓને આ જમીનો આપશે. આ જમીન આપતી વખતે એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે કે તેમાં પ્રાયોરીટિ સેક્ટરને વધારે પ્રાથમિકતા મળે. સાથે જ હાઉસિંગ સેક્ટરની માટે પણ જોગવાઇ કરવામાં આવી શકે છે.  

Land Management Agency એ વાતનુ પણ સંપૂર્ણ ધ્યાન રાખશે કે જે જમીન રાજ્ય સરકારો પાસેથી લીઝ ઉપર લેવાઇ છે, તેમને પરત સોંપવામાં આવે, આ સાથે જ આ એજન્સી તેનું પણ ધ્યાન રાખશે કે તેના મારફતે કેવી રીતે વધારે કમાણી કરી શકાય.

 આ યોજનાના બીજા ભાગ હેઠળ સરકાર ખોટમાં ચાલી રહેલી કંપનીઓ અને બંધ થનાર કંપનીઓની બિલ્ડિંગ અને મશીનો વેચવા માટે તબકકાવાર સંપૂર્ણ યોજના રજૂ કરશે.

વિતેલા સપ્તાહે આ મામલે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. ત્યારબાક આ પ્રસ્તાવને કેન્દ્રિય મંત્રીમંડળમાં મોકલવામાં આવ્યો છે.

કઇ-કઇ કંપનીઓની જમની વેચાશે?

સુત્રોના મતે સરકાર એક ડઝનથી પણ વધારે પીએસયુ કંપનીઓની જમીન વેચવાનો પ્રયત્ન કરશે, જેમાં મુખ્યત્વે હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ લિમિટેડ, સ્કૂટર્સ ઇન્ડિયા, ભારત પમ્પ્સ એન્ડ કોમ્પ્રેસર્સ લિમિટેડ સહિત અન્ય શામેલ છે.   

Web Title: Government will make new law to sell the land of loss-making PSU companies