ગણ્યા ગાંઠ્યા પર જ થયું ટેસ્ટિગ અને આપી દીધી મંજૂરી, રશિયાની કોરોના વેક્સીન પર વિવાદ શરૂ

Vladimir Putin's coronavirus vaccine was approved after tests on only 38 people.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મંગળવારે દુનિયાની સૌપ્રથમ કોરોના રસી બનાવ્યાનો દાવો કર્યો હતો. તેવામાં શરુઆતથી જ દુનિયાભરના વિજ્ઞાનીઓ આ રસી અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ રસીનું ત્રીજા સ્તરનું ટ્રાયલ કરવામાં આવી નથી. ત્યારે હવે ડેઇલૂ મેઇલમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે રશિયાની કોરોના રસીનું માત્ર 38 લોકો પર ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ સિવાય આ રસીની અનેક સાઇડ ઇફેક્ટ હોવાનું પણ સામે આવ્યું છે. 

અન્ય એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રશિયાની રસીની સાઇડ ઇફેક્ટ તરીકે માથઆનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ, નાકમાંથી પામી પડવું, ડાયેરિયા, ગળુ ખરાબ થવું વગેરે સામેલ છે. આ સિવાય અશક્તિ પણ વધી જાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના અધિકારીઓએ માત્ર 42 દિવસના સંશોધન બાદ જ રસીને મંજૂરી આપી દેવામાં આવી છે. 

આ સિવાય રસીના રજીસ્ટ્રેશન માટે જે કાગળ પવામાં આવ્યા હતા, તેમાં પણ લખેલું હતું કે મહામારી ઉપર રસીના પ્રભાવને લઇને કોઇ ક્લિનિકલ ટ્રાયલ થયું નથી. જેના કારણે દુનિયાભરના વિજ્ઞાનીઓને ભય છે કે આ રસી ખતરનાક સાબિત થઇ શકે છે. ઉપરાંત આ રસીના કારણે મહામારીના વિકરાળ રુપ લેવાની પણ શક્યતા રહેલી છે. રસીના પરીક્ષણ રિપોર્ટ પ્રમાણે 42 દિવસમાં સાઇડ ઇફેક્ટની 31 ઘટનાઓ સામે આવી છે. 

આ સિવાય વધારે ચિંતાની વાત એ છે કે રશિયાની આ રસી 18 વર્ષથી નીચેના અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં નહીં આવે, તેનું કારણ છે કે આ લોકો પર રસીની કેવી અસર થશે તે જાણવા મળ્યું નથી. ઉપરાંત ગર્ભવતી તેમજ બાળકોને સ્તનપાન કરાલનાર મહિલાઓને પણ આ રસીનો ડોઝ આપવામાં આવશે નહીં. 

Web Title: Russia’s coronavirus vaccine ‘not certain to work’ according to scientists who developed it