ગત વર્ષ કરતા વધુ, કુલ 70.27 લાખ હેક્ટરમાં થઈ ખરીફ પાકની વાવણી

vyaapaarsamachar.com

અમદાવાદ: ગુજરાતમાં તા.૨૭ જુલાઇની સ્થિતિએ ૭૦.૨૭ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થઇ ગયું છે. જે ૮૨.૭૮ ટકા વાવેતર થઇ ગયાનું દર્શાવે છે. પાછલા વર્ષના આ સમયગાળા કરતા આ વર્ષે ૧૨.૯ લાખ હેક્ટર વાવેતર વધુ થયું છે. બાજરી, મગફળી, તલ અને તુવેરનું વાવેતર પૂર્ણતાને આરે છે. ઘાસચારો અને એરંડાનું વાવેતર બાકી છે. જે આગામી તા.૧૫ ઓગષ્ટ સુધીમાં પૂર્ણ થશે. મધ્ય ગુજરાતમાં પુરતો વરસાદ થયો ન હોવાથી ત્યાં હજુ પુરતું વાવેતર થયું નથી. આગામી ૧૦ દિવસમાં જો વરસાદ થશે તો પાંચેક લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થશે.

ગુજરાતમાં ધાન્ય પાકોનું  ૭૦.૭૧ ટકા એટલેકે વાવેતર  ૯,૫૬,૫૧૦ હેક્ટરમાં થઇ ગયું છે.  કઠોળ પાક ૭૫.૪૫ ટકા એટલેકે ૩,૫૫,૮૩૦ હેક્ટર, તેલીબિયા પાકોનું ૧૦૦ ટકા વાવેતર પૂર્ણ થયું છે. ૨૩,૯૭,૦૩૯ હેક્ટરમાં તેલીબિયા પાકોનું વાવેતર થવા પામ્યું છે. અન્ય પાકોમાં કપાસ, ગુજાવ સીડ, તમાકું, શાકભાજી અને ઘાસચારાનું ૭૭.૬૫ ટકા ૩૩,૧૮,૪૯૬ હેક્ટરમાં વાવેતર સંપન્ન થયું છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ૩,૨૨,૩૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યાર બાદ બાજરી ૧,૦૦,૩૦૦ હેક્ટર, કપાસ ૧,૯૬,૧૦૦ હેક્ટર, મકાઇ ૫૫,૪ ૦૦હેક્ટર વાવેતર થયું છે.

મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ૩,૩૯,૯૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. કપાસનું ૨,૯૨,૭૦૦ હેક્ટર, મકાઇ ૨,૦૮,૭ ૦૦ હેક્ટર વાવેતર થયું છે. આણંદ, ખેડા, પંચમહાલ, અમદાવાદમાં પુરતો વરસાદ પડયો ન હોવાથી પુરતું વાવેતર થવા પામ્યું નથી. આગામી દશેક દિવસમાં જો સારો વરસાદ થાય તો સ્થિતિ બદલાઇ શકે છે.

સૌરાષ્ટ્રમાં ૧૬,૫૫,૧૦૦ હેક્ટરમાં મગફળી અને ૧૫,૨૧,૯૦૦ હેક્ટરમાં કપાસનું બમ્પર વાવેતર થવા પામ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર, તુવેર, કપાસનું સારૂ વાવેતર જોવા મળે છે.

વહેલો વરસાદ, સિંચાઇના પાણીની ઉપલબ્ધતા અને જમીનમાં ભેજ જલવાઇ રહેતા આ વર્ષે સારી માત્રામાં ખરીફ વાવેતર થવા પામ્યું છે.પાક પરિસ્થિતિ સારી હોવાથી રાજ્યમાં કોઇ જિલ્લામાં પાકમાં ક્યાં રોગ કે જીવતનો પણ હજુ સુધી ઉપદ્રવ થયો નથી. 

ગુજરાતમાં ખરીફ વાવેતરની સ્થિતિ

ઝોન

વાવેતર(હેક્ટર)

ઉત્તર ગુજરાત

૧૨,૧૪,૬૦૦

મધ્ય ગુજરાત

૧૨,૨૮,૦૦૦

સૌરાષ્ટ્ર

૩૬,૯૭,૧૦૦

દક્ષિણ ગુજરાત

૫,૦૯,૭૦૦

કચ્છ

૩,૭૮,૫૦૦

કુલ

૭૦,૨૭,૯૦૦

(નોંધઃ તા.૨૭ જુલાઇ સુધીના વાવેતરના આંકડા હેક્ટરમાં છે)

ગુજરાતમાં કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર થયું ?

પાક

વાવેતર(હેક્ટર)

ડાંગર

૪,૯૨,૮૩૧

બાજરી

૧,૬૮,૮૦૯

મકાઇ

૨,૭૩,૪૯૯

તુવેર

૧,૯૩,૨૪૬

મગફળી

૨૦,૩૭,૭૪૮

તલ

૧,૧૯,૧૨૪

સોયાબીન

૧,૪૭,૧૭૭

કપાસ

૨૨,૧૬,૪૧૧

Web Title: Compared to last year, kharif cultivation in a total area of 70.27 lakh hectares