ગર્ભવતિ પત્નીને પરીક્ષા અપાવવા પતિએ સ્કુટર પર કરી 1200 કિમીની મુસાફરી

lifestyle-news-india
|

September 05, 2020, 12:45 PM


Husband sets example, takes wife to appear for exam.jpeg

https://www.vyaapaarsamachar.com

કોઇ પણ કામ મુશ્કેલ નથી રહેતુ, જ્યારે આપણા પોતાના સાથે હોય અને આપણને હિમ્મત આપતા રહે. આજે એક  એવોજ કિસ્સો અમે તમને શેર કરી રહ્યાં છે. કહેવાય છે ને કે, મન હોય તો માંડવે જવાય આ કહેવત એક ઝારખંડના યુવકે પુરવાર કરી બતાવી છે.

ધનંજય કુમારે 1200 કીમીની લાંબી મુસાફરી કરીને પોતાની પત્ની જે ગર્ભવતી હતી તેને પરીક્ષા અપાવવા માટે લઇ ગયો હતો. મધ્યપ્રદેશના ગ્લાવિયર સુધી લઇ જવા માટે તેણે આટલી લાંબી સફર કરી હતી.

સોનીએ ગ્વાલિયરમાં ડિપ્લોમા ઇન એજ્યુક્શનની પરીક્ષા આપી હતી. ધનંજય ઝારખંડના ગોડ્ડા જિલ્લાના ગંટા ગામનો રહેવાસી છે અને પરીક્ષાનું  કેન્દ્ર મધ્ય પ્રદેશમાં હતું.

Dhananjay Kumar, took #10K loan, travelled 1126 km (2 days) from #Godda Distt of Jhar’d to #Gwalior with his pregnant wife on scotty to take her to exam centre. He’s illiterate & unemployed 4 last 3-month, but wants to make her teacher.@anandmahindra @SonuSood @RathorevijayMp pic.twitter.com/7EwEwJwk9B

— Kashif Kakvi (@KashifKakvi) September 3, 2020

પત્નીની પરીક્ષા આપવાની ચાહ અને પતિનો તેને સાથ આપવાના સાહસના કારણે આ કઠણ મુસાફરી શક્ય બની હતી.ધંનજયની ઇચ્છા છે કે તેની પત્ની શિક્ષક બને. એટલા માટે જ વરસાદ અને ખાડા ભરેલા રસ્તાઓની પરવા કર્યા વિના મુસાફરી કરી હતી.  ‘ટ્રેન કે બસ અથવા અન્ય કોઇ ઉપલબૃધ ન થતાં અમે સ્કુટર પર જ જવા નક્કી કર્યું હતું. સોની ગર્ભવતી હોવાથી આના માટે તૈયાર નહતી, પરંતુ અંતે મારા દ્રઢ સંકલ્પની આગળ એ નત મસ્તક થઇ ગઇ અને સ્કુટર પર આવવા રાજી થઇ ગઇ હતી’એમ ધમંજયે કહ્યું હતું. તેઓ 30 ઓગસ્ટે ગ્વાલિયર પહોંચ્યા હતા.તેમની મુસાફરીનો વિડીયો વાયરલ થતાં પ્રશાસને પણ તેમની મદદ કરી હતી.

Wife is six months pregnant, husband drive scooty from Godda to Gwalior for  examination of wife, so that she can become a teacher | Wife is six months  pregnant, husband brought to

પરીક્ષા 11 સપ્ટેમ્બર સુધી ચાલશે, એટલા માટે તેમણે એક મકાન ભાડે લીધું હતું અને તેના માટે રૂપિયા 5000 ડિપોઝિટ પણ આપી હતી. પૈસા જમા કરવા તેમણે સોનાના દાગીના ગિરવે મૂક્યા હતા. લોકડાઉનના કારણે ધંનજયની રસોઇયા તરીકેની નોકરી છુટી ગઇ છે. સોનીએ કહ્યું હતું કે વરસાદના કારણે અમને રસ્તામાં ખુબ મુશ્કેલી પડી હતી.પરંતુ મારા પતિની હિમંત જોઇ મને પણ જુસ્સો ચઢ્યો હતો અને પરીક્ષા આપી દીધી.

Web Title: husband took the Pregnant Wife on a Scooter to take the Exm