ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ વ્યવસાયોમાં પરિવર્તન લાવી શકે છે: પ્રવીણ કુટ્ટી, ડીસીબી બેંક

લેખક: પ્રવીણ કુટ્ટી, હેડ – રિટેલ અને એસએમઈ બેંકિંગ, ડીસીબી બેંક લિમિટેડ

જ્યારે ભારત સોશિયલ ડિસ્ટન્સિંગના નવા પ્રચલન તરફ અગ્રેસર છે, ત્યારે વ્યવસાયો માટે સૌથી મોટો પડકાર વ્યવસાયિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો છે. નાની કે મોટી કોઈ પણ કંપનીઓ માટે અગ્રેસર થવા માટે ટેકનોલોજી સેતુરૂપ બનશે. આ પ્રકારની એક અસરકારક પહેલ ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) છે, જે ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત શરૂ થઈ છે.

GeMનો ઉદ્દેશ સરકારી મંત્રાલયો અને વિભાગો, સરકારી સાહસો અને કેન્દ્ર સરકારની અન્ય સર્વોચ્ચ સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદીની રીતમાં પરિવર્તનનો પવન ફૂંકવાનો છે. આ પ્લેટફોર્મ વિસ્તૃત બજારનું પ્રતીક છેઃ વિવિધ સપ્લાયર્સ/ગ્રાહકો, સ્પર્ધા સાથે વિવિધ ઉત્પાદનો. આ સરકારને એના એકાઉન્ટ મેનેજમેન્ટને સેન્ટ્રલાઇઝ કરવાની, નીતિનિયમોનું પાલન કરવાની અને ખર્ચનું વ્યવસ્થાપન કરવાની સુવિધા આપે છે.

GeM પ્લેટફોર્મ મુખ્યત્વે નીચેના ચાર ફાયદા પ્રદાન કરે છેઃ

સૌપ્રથમ, એમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા નોંધણી કરાવી શકે છે. સરકાર સાથે વ્યવસાય કરવા ઇચ્છતાં વિશ્વસનિય સપ્લાયર્સ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે અને રિયલ-ટાઇમને આધારે લિસ્ટિંગ જોઈ શકે છે.

બે, પારદર્શકતા જાળવવા અને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવા ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે. પોર્ટલ નોંધણીથી લઈને અંતિમ ચુકવણી સુધીની સંપૂર્ણ પ્રક્રિયાને સાતત્યપૂર્ણ રીતે પૂરી કરવા સપોર્ટ કરે છે. પારદર્શકતા અને ઝડપથી સમસ્યાનું સમાધાન સુનિશ્ચિત કરવા સ્થાપિત કરવા ક્વેરી રિઝોલ્યુશન અને રિડ્રેસલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. હકીકતમાં સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી ખરીદીની પ્રક્રિયા ગણતરીની મિનિટોમાં થઈ શકશે. આ સુરક્ષિત પ્લેટફોર્મ છે અને GeM પર તમામ ડોક્યુમેન્ટમાં ગ્રાહકો અને વિક્રેતાઓ એમ બંને વિવિધ તબક્કાઓ પર ઇ-સાઇન હોય છે. ઇ-ઇનવોઇસ જનરેટ કરવાની સાથે વિક્રેતા તાત્કાલિક બિલ ડિસ્કાઉન્ટિંગ દ્વારા જરૂરી નાણાકીય બાબતો પૂરી શકે છે.

ત્રણ, ઇ-બિડિંગ, રિવર્સ ઇ-ઓક્શન અને ડિમાન્ડ એગ્રીગેશન જેવા ટૂલ્સ સાથે સરકારી યુઝર્સ તેમના નાણાં સામે શ્રેષ્ઠ મૂલ્ય હાંસલ કરશે, જેથી બિડની ગુણવત્તા જળવાઈ રહેશે અને ઓર્ડર સમયસર પૂર્ણ થશે. આ પ્લેટફોર્મ પર સરકારી ખરીદીની રિક્વેસ્ટ મૂકે છે એટલે તેઓ ડીસીબી બેંક જેવા પાર્ટનર બેંક પર ગવર્નમેન્ટ પૂલ એકાઉન્ટ (GPA)માં બિડની લઘુતમ રકમ હસ્તાંતરિત કરે છે. એટલે ચુકવણીના ડરનું સમાધાન થાય છે.

ચાર, જરૂરિયાતો, બિડ અને ખરીદીની પ્રક્રિયા વગેરે જેવા વિવિધ તબક્કાઓ પર સ્વચ્છતાની ચકાસણી સાથે આ સુનિશ્ચિત કરે છે કે, પુરવઠો ચોક્કસ માપદંડો અને નિયમો પૂર્ણ કરશે. આ ગ્રાહકોને વિવિધ ઉત્પાદનો વિવિધ વિકલ્પો ધરાવવા સક્ષમ બનાવે છે, જેમાંથી તેઓ પસંદગી  કરી શકે છે અને વિવિધ કન્સાઇની લોકેશનમાં ઓર્ડરની સરળતાપૂર્વક પ્રક્રિયા કરી શકશે.

GeMએ પોર્ટલ પર ગ્રાહક અને વિવિધ વિક્રેતાઓ વચ્ચે નાણાકીય વ્યવહારોની સરળતા પૂરી પાડવા થોડી પસંદગીની બેંકો સાથે સમજૂતીકરારો (MoUs) કર્યા છે. આ પોર્ટલ ચીજવસ્તુઓની અવરજવર કે સેવાઓ પૂર્ણ કરવામાં નાણાકીય પ્રવાહ માટે મધ્યસ્થી તરીકે પણ કામ કરે છે.

અત્યારે ઘણા ઉદ્યોગની કંપનીઓએ આ પગલાને આવકાર આપ્યો છે, જે લાંબા ગાળે ભારતમાં સ્વરોજગારી મેળવતી વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસેથી સરકારી ખરીદીના ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સુવિધા આપશે.