ગવર્નિંગ કાઉન્સીલનો નિર્ણય, IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચીનની કંપની યથાવત્
cricket-news-india
|
August 03, 2020, 10:57 AM
| updated
August 03, 2020, 11:18 AM

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રિમિયર લીગ – આઈ.પી.એલ. ક્રિકેટ સ્પર્ધા આગામી 19મી સપ્ટેમ્બરથી 10મી નવેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમિરાત – યુ.એ.ઈ.માં યોજાશે. આઈ.પી.એલ. સંચાલન સમિતિની વીડિયો કોન્ફરન્સ પદ્ધતિથી યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ચીનની કંપનીને IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે યથાવત્ રાખવાનો નિર્ણય પણ લેવાયો છે.
ચીની મોબાઈલ કંપનીને યથાવત્ રાખવાના નિર્ણયથી આશ્ચર્ય
- ભારતમાં ચીનના વિરોધ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડની IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચીની મોબાઈલ કંપનીને યથાવત્ રાખવાનો નિર્ણય IPLની ગવર્નિંગ કાઉન્સીલની મિટિંગમાં લેવાતા આશ્ચર્ય ફેલાયું હતુ.
- ભારતમાં કોવીડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આઈ.પી.એલ. સ્પર્ધા યુ.એ.ઈ.માં યોજાઈ રહી છે.
- 19મી સપ્ટેમ્બરથી 53 દિવસ સુધી યોજાનારી આ સ્પર્ધામાં પ્રથમ મેચ ભારતીય સમય મુજબ સાડા ત્રણ વાગે જ્યારે બીજી મેચ સાડા સાત વાગે યોજાશે.
- કોરોના મહામારી વચ્ચે IPLની વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈ હતી, જેમાં બધાની નજર ટાઈટલ સ્પોન્સર તરીકેની ચીની કંપની અંગેના નિર્ણય પર ટકેલી હતી.
- ભારત સરકારે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેની કંપનીઓને વિવિધ સરકારી કોન્ટ્રાક્ટમાંથી દૂર કરવાની જાહેરાતો થઈ રહી છે.
- ત્યારે IPLની ગવર્નિંગ કાઉન્સીલના સભ્યએ મિટિંગ બાદ કહ્યું હતુ કે, હું હાલ એટલું જ કહી શકું તેમ છું કે, અમારા તમામ સ્પોન્સર્સ અમારી સાથે જ છે. હું આશા રાખું છું કે, તમે મારા કહેવાનો અર્થ સમજી ગયા હશો.
10મી નવેમ્બરે IPLની ફાઈનલ
- IPLની ગવર્નિંગ કાઉન્સીલની મિટિંગમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જે અતર્ગત IPLની ફાઈનલ 10મી નવેમ્બરે જ રમાશે.
- દિવાળીના વિકએન્ડને IPLના કાર્યક્રમમાં સામેલ કરવાની માંગને ઠુકરાવી દેવાઈ છે. બાયો સિક્યોર વાતાવરણમાં IPL યોજવા માટે IPL ગવર્નિંગ કાઉન્સીલ ચોક્કસ પગલાં લેવાની દિશામાં આગળ વધી રહી છે.
કોરોના રિપ્લેસમેન્ટ, મહિલા IPL
- આ ઉપરાંત UAEમાં મહિલાઓ માટેની ટ્વેન્ટી-ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધા પણ IPLના સમયગાળામાં યોજાશે.
- UAEમાં યોજાવા જઈ રહેલી IPLમાં ખાસ કલમ અંતર્ગત કોરોના રિપ્લેસમેન્ટને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે.
- ટુર્નામેન્ટ દરમિયાન કોઈ ટીમના ખેલાડીને કોરોનાનો ચેપ લાગે તો જે તે ફ્રેન્ચાઈઝીને કોરોનાગ્રસ્ત ખેલાડીના સ્થાને અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરવાની છૂટ આપવામાં આવશે.
- યુએઈમાં જ પુરૂષોની IPLને સમાંતર મહિલા IPLનું આયોજન પણ કરવામાં આવશે તેવી જાહેરાત બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કરી હતી.
Web Title: IPL Governing Council Decides To Retain Chinese Sponsors; Final Match On 10 Nov