ગામડાંઓમાં નથી કોઇ રોજગાર, ઓગસ્ટમાં વધી બેરોજગારોની સંખ્યા
india-news
|
September 03, 2020, 5:10 PM

www.vyaapaarsamachar.com
- દેશમાં બેરોજગારીનો દર ઓગસ્ટમાં વધીને 8.4 ટકાએ પહોંચ્યો
- મનરેગા અંતર્ગત કામ ઘટી ગયું છે, ખરીફની વાવણી પણ સમાપ્ત થઈ ગઈ છે
- તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં 37 લાખ રોજગાર ઘટી ગયો છે
- બેરોજગારીની સંખ્યા 3.2 કરોડથી વધીને 3.6 કરોડ થઈ ગઈ છે
નવી દિલ્હી : દેશમાં બેરોજગારીનો દર ઓગસ્ટમાં વધ્યો હતો, તેનું કારણ એ છે કે, ગામોમાં મનરેગા હેઠળનાનું કામ ઘટી ગયું છે અને ખરીફની વાવણી પણ પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે ગામોમાં બેરોજગારીની સંખ્યા વધી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના અહેવાલ અનુસાર, ગામોમાં બેરોજગારી વધવાના કારણે ઓગસ્ટમાં દેશમાં કુલ રોજગાર દરની ગતિ પર વિરામ લાગી ગયો છે. જુલાઈમાં દેશમાં કુલ બેરોજગારી દર 37.6 ટકા હતો, જ્યારે ઓગસ્ટમાં તે મામુલી ઘટાડા સાથે 37.5 ટકા રહ્યો છે, જેના કારણે બેરોજગારીનો દર વધીને 8.4 ટકાએ પહોંચી ગયો છે.
બેરોજગારીનો દર એપ્રિલ-મેમાં સર્વાધિક સ્તરે પહોંચ્યો
બેરોજગારીનો દર એપ્રિલ અને મેમાં 23.5 ટકાની સર્વાધિક ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો થયો છે. જુલાઈમાં બેરોજગારી દર ઘટીને 7.4 ટકા પર આવી ગયો હતો પરંતુ ઓગસ્ટમાં તે ફરીથી 8.4 ટકા પર પહોંચી ગયો હતો. જુલાઇમાં દેશમાં લેબર ફોર્સની સંખ્યા 42.4 કરોડ હતી, જે ઓગસ્ટમાં 42.8 કરોડે પહોંચી ગઈ હતી, પરંતુ આ વધારાથી માત્ર બેરોજગારીની સંખ્યામાં જ વધારો થયો, જે 3.2 કરોડથી વધીને 3.6 કરોડે પહોંચી ગઈ હતી.
ઓગસ્ટમાં રોજગારમાં રિકવરી અટકી ગઈ
CMIE વિશ્લેષણ મુજબ ઓગસ્ટમાં રોજગારની સંખ્યામાં વધારો થવાનું અટકી ગયું અને જુલાઈની બે લાખ રોજગારી જ મળી. આ વર્ષે ઓગસ્ટમાં, ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં 1.07 કરોડ રોજગાર ઘટી, જે જાન્યુઆરી-2016થી લોકડાઉન સુધીના કોઈપણ મહિના કરતા ઓછો છે. CMIEએ જાન્યુઆરી-2016થી જ વિશ્લેષણ કરવાનું શરૂ કરી દીધું હતું.
ગ્રામીણ વિસ્તારોમાં સંકટના સંકેત
CMIEના જણાવ્યા અનુસાર જુલાઈ સુધી દેશમાં રોજગાર રિકવરીમાં ગ્રામીણ વિસ્તારોની મહત્વની ભૂમિકા હતી, પરંતુ ઓગસ્ટમાં આ સ્થિતિ બદલાઈ ગઈ. મનરેગા અંતર્ગત કામ ઓછું થયું અને ખરીફ વાવણીની મોસમ પણ પૂરી થઈ ગઈ હતી, જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં 37 લાખ નોકરીઓ ઓછી થઈ હતી. CMIEનું કહેવું છે કે, આ ગ્રામીણ વિસ્તારોમાં સંકટના સંકેત છે.
Web Title: Unemployment Rate Rises To 8.35% In August Amid Slow Economic Recovery, Say CMIE