ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર,પાક નુકસાનની સહાય ચૂકવશે સરકાર

www.vyaapaarsamachar.com

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી  વરસી રહેલા મુશળધાર વરસાદથી ખરીફ વાવેતરને જંગી નુકસાન થતા ફરી એકવાર જગતના તાત એવા ખેડૂતને માથે હાથ દઇ રડવાનો વાર આવ્યો છે. મુશળધાર વરસાદ અને ક્યાંક પુર જેવી પરિસ્થિતિને લીધે ખેતરમાં ઉભો પાક ધોવાઇ ગયો છે.

આવી કપરી સ્થિતિમાં ખેડૂતોને પાક નુકસાન બદલ સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જાહેરાત કરી કે, સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે જે ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયુ હશે તેમને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવશે. પાકને થયેલા નુકસાનની આકારણ માટે અધિકારીઓ દ્વારા 15 દિવસમાં સર્વે હાથ ધરાશે અને તેના આધારે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચૂકવવામાં આવશે.

ખેડૂતોને એસડીઆરએફના 33 ટકાના ધોરણો અનુસાર સહાયની ચૂકવણી કરાશે

જેમાં ખેડૂતોને એસડીઆરએફના 33 ટકાના ધોરણો અનુસાર સહાયની ચૂકવણી કરાશે. હાલમાં ગુજરાતમાં જોરદાર વરસાદ વચ્ચે ખેડૂતોને મોટાપાયે નુકસાન ગયું છે. રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ છે. રાજ્યમાં 125 ટકા વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુક્સાન થયું છે. સરકારે પણ સ્વીકાર્યું છે કે, ખરીફ પાકમાં ફૂગ લાગી છે. કઠોળ પાકોને ભારે નુક્સાન થવાની સાથે પાક કોહવાઈ ગયો છે. કૃષિમંત્રી આર સી ફળદુએ આ સાથે કહ્યું છે કે, રવી પાકને આ વરસાદને કારણે ફાયદો થયો છે. ગુજરાતમાં એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે. એસડીઆરએફના ધોરણો પ્રમાણે 33 ટકાથી વધુ નુક્સાન હોય તો જ લાભ મળે છે. કૃષિમંત્રીએ એ પણ સ્વીકાર્યું છે કે સમગ્ર રાજ્યમાં કૃષિપાકોને નુક્સાન થયું છે. આજે કેબિનેટમાં ખેડૂતો મામલે રૂપાણી સરકાર દ્વારા લેવાયો છે.

રાજ્ય સરકારે એસડીઆરએફના ધોરણે ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવવાનો નિર્ણય લીધો છે. પુર અને ભારે વરસાદથી જે ખેડૂતોના 33 ટકાથી વધારે ખરીફ પાકને નુકસાન થયુ છે તેમને જ રાજ્ય સરકાર તરફથી સહાય ચૂકવવાશે. જો કે એ બાબતે ચોક્કસ સ્પષ્ટતા નથી કે જેટલું નુકસાન થયુ છે તેના કેટલા ટકા સુધીની સહાય ચૂકવશે.

બીજુ એ કે જેમના ખરીફ પાકને 33 ટકાથી ઓછું નુકસાન થયુ છે તેવા નાના ખેડૂતોએ મોંઘુ બિયારણ લાવી, ઉછીના વ્યાજે રૂપિયા લઇને વાવેતર કર્યુ છે તો તેમને શા માટે સહાય ચૂકવવી ન જોઇએ. તે અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.      

રાજ્યમાં 83 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ

રાજ્યમાં 125 ટકા વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુક્સાન થયું છે. સરકારે પણ સ્વીકાર્યું છે કે, ખરીફ પાકમાં ફૂગ લાગી છે. કઠોળ પાકોને ભારે નુક્સાન થવાની સાથે પાક કોહવાઈ ગયો છે. કૃષિમંત્રી આર સી ફળદુએ આ સાથે કહ્યું છે કે, રવી પાકને આ વરસાદને કારણે ફાયદો થયો છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આગામી 15 દિવસમાં કૃષિ વિભાગ દ્વારા સરવે કરાશે.

કઠોળ, મગફળી, કપાસ પાકને સૌથી વધારે નુકસાન, પાક કોહવાઈ ગયો

ગુજરાતમાં એસડીઆરએફના ધોરણો પ્રમાણે સહાય ચૂકવાશે. એનડીઆરએફના ધોરણો પ્રમાણે 33 ટકાથી વધુ નુક્સાન હોય તો જ લાભ મળે છે. કૃષિમંત્રીએ એ પણ સ્વીકાર્યું છે કે સમગ્ર રાજ્યમાં કૃષિપાકોને નુક્સાન થયું છે. આજે કેબિનેટમાં ખેડૂતો મામલે રૂપાણી સરકાર દ્વારા લેવાયો છે.ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું ઉલ્લેખનીય છે કે આજની કેબિનેટમાં સીએમ રૂપાણી દ્વારા મહત્વના પ્રસ્તાવ રજૂ થયા હતા છે.

ગુજરાતમાં 125 ટકા વરસાદ વરસ્યો

ગુજરાતમાં 125 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે પાકનું મોટું નુકશાન થયું આવક 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં ખેતી પાકોને નુક્શાન થયું છે 33 ટકાથી વધુ નુકશાન થયું છે, તે તમામ ખેડૂતોને સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે મહેસૂલ વિભાગને સર્વે કરવાનો આદેશ આપ્યો છે. અતિશય વરસાદને કારણે પાકને નુકશાન થયું છે.

Web Title: Good News for Farmers : Gujarat Government will pay assistance for crop damage