ગુજરાતમાં કોરોના બેકાબુ, દર્દીઓની કુલ સંખ્યા 1 લાખને વટાવી ગઇ

gujarat-samachar-news
|

September 03, 2020, 3:54 PM

| updated

September 03, 2020, 4:02 PM


Coronavirus uncontrolled In Gujarat, The total number of Covid patients hass crossed 1 lakh.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદઃ સમગ્ર દુનિયાને હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબુ બન્યો છે અને હવે તે ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા પ્રથમવાર 1 લાખને વટાવી ગઇ છે. ગુજરાતમાં આજે ગુરુવારે, 3જી સપ્ટેમ્બર 2020ના રોજ કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,00,015 પહોંચી ગઇ છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી 1300થી વધુ કોરોના પોઝિટિવ નવા કેસ નોંધાઇ રહ્યા છે જે રાજયમાં કોરોનાનું સંક્રમણ કેટલી ઝડપથી ફેલાઇ રહ્યુ છે તેના સંકેત આપે છે.  

  • ગુજરાતમાં આજે બુધવારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખને વટાવી ગઇ
  • છેલ્લા બે દિવસથી 1300થી વધુ નવા કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાયા
  • આ જીવલેણ વાયરસથી અત્યાર સુધી રાજ્યમાં 3050થી વધુ લોકોના થયા મોત
  • અત્યાર સુધી રાજ્યમાં 80 હજારથી વધુ દર્દીઓ કોરોના મુક્ત થયા   

Web Title: Coronavirus uncontrolled In Gujarat, The total number of Covid patients has crossed 1 lakh