ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવશે ‘રોબોટીક નર્સ’

gujarat-samachar-news
|

September 04, 2020, 8:10 PM


'Robert Nurse' to visit Rajkot Civil Hospital first in Gujarat.jpg

www.vyaapaarsamachar.com

રાજકોટ: કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં હાલ કોરોના કુલ 1,00,375 પોઝિટિવ કેસ અને કોરોના કારણે 3064 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે ગુજરાત અને તેમાં પણ રાજકોટ માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધતુ જતુ હોય ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે ચાર જેટલી રોબોટીક નર્સ ફાળવવામાં આવી છે.

આ અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડઝનબંધ નિવાસી તબીબો અને સંખ્યાબંધ નર્સો કોરોના સંક્રમણનો ભોગ બની ચૂકી છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે નર્સ તેમજ પેરા મેડીકલ સ્ટાફની બદલે રોબોટીક નર્સ કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરશે. ચાર જેટલી રોબોટીક નર્સ કોરોના પોઝીટીવ દર્દીઓને દવા આપશે, ટેમ્પરેચર માપશે, તેમને જમવાનું પણ પીરસશે તે સહિતના અન્ય આનુસાંગિક કામો કે જે હાલમાં નર્સ સ્ટાફ બજાવી રહ્યો છે તે તમામ કામ આ ચાર રોબોટીક નર્સ કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે

સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે જજુમી રહ્યું છે. ત્યારે ગુજરાત અને તેમાં પણ રાજકોટ માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ડોક્ટર્સ માટે હવે કોરોના દર્દીઓની સારવાર કરવામાં માટે રોબર્ટનો ઉપયોગમાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, આ રોબર્ટ રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે આવશે જ્યાં રોબર્ટની કામગીરીનો પ્રયોગ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે આ ચાર જેટલી રોબોટીક નર્સ પોતાનું કામ શરુ કરશે. જેની દેખરેખ ગુજરાત CSR ઓથોરિટી રાખશે. આ ચાર રોબોટીક નર્સ એલ એન્ડ ટી કંપનીના સહયોગથી 10 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ રોબોટીક નર્સ પ્રથમ વખત કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરશે

Web Title: ‘Robert Nurse’ to visit Rajkot Civil Hospital first in Gujarat