ગુજરાતી યુવકે કરેલ કેસ બદલ ફેસબુકે 65 કરોડ ડોલર ચૂકવવા પડશે

technology-news-india
|

July 25, 2020, 10:36 AM

| updated

July 25, 2020, 10:43 AM


Facebook will pay $65 crore to settle the face recognition case.jpg

vyaapaarsamachar.com

શિકાગો: યુઝર્સની પરવાનગી વગર ફેસ રિકગ્નિશન ટેકનોલોજી વાપરવા બદલ અમેરિકાના ઈલિનોઈ રાજ્યમાં ફેસબૂક પર કેસ થયો હતો. આ કેસના સમાધાન માટે ફેસબૂકે 65 કરોડ ડૉલર ચૂકવવાની તૈયારી દાખવી છે. અમેરિકાના દરેક રાજ્યમાં અલગ નિયમો છે અને ઈલિનોઈના નિયમ  પ્રમાણે યુઝર્સની જાણકારી વગર ચહેરો ઓળખી ટેગ કરવાની પદ્ધતિ ગેરકાયદેસર છે. ઇલિનોઈમાં રહેતા ગુજરાતી યુવાન નિમેશ પટેલ અને તેમના મિત્રોએ ફેસબૂક સામે આ કેસ કર્યો હતો. ફેસબૂકમાં કોઈ પણ ફોટો અપલોડ કરતાં તેમાં જો એકથી વધારે વ્યક્તિ હોય તો તુરંત એ બધાના ચહેરા ઓળખીને નામ સ્ક્રીન પર દેખાવા માંડે છે.

યુઝર્સે માત્ર ફોટો અપલોડ કર્યો હોય, નામ લખ્યા ન હોય તો પણ ફેસબૂકને નામ ખબર પડી જાય તેનું કારણ ફેસબૂકની ફેસ રિકગ્નિશન સિસ્ટમ છે. ફેસબૂકે આ સિસ્ટમ શરૂ કરતાં પહેલા તેના બધા વપરાશકર્તાઓની સહમતી લીધી નથી. એટલે જે લોકો ફોટો અપલોડ કરે છે, તેમને ખબર નથી કે ફોટાનો ફેસ રિકગ્નિશન માટે પણ ઉપયોગ થાય છે.

પહેલી નજરે તો એવુ લાગે કે આ સિસ્ટમથી ટેગિંગ કરવામાં સરળતા રહે છે. પરંતુ આ સુવિધાના ઘણા ગેરલાભ છે, જેમ કે ફોટાની મદદથી મોબાઈલ કે અન્ય ગેજેટ અનલોક કરી શકાય છે. આ મુદ્દે થયેલા કેસની પતાવટ માટે ફેસબૂક આ રકમ ચૂકવવા તૈયાર થયું છે. આ રકમ ઈલિનોઈ રાજ્યમાં આવેલા ફેસબૂકના યુઝર્સ વચ્ચે સરખે ભાગે વહેંચાશે.

ઇલિનોઈ  રાજ્યમાં 70 લાખથી વધારે ફેસબૂક યુઝર્સ છે. જો કેસ આગળ ચાલે તો બધા યુઝર્સને ફેસબૂકે હજારથી પાંચ હજાર ડૉલર ચૂકવવા પડે. એ સંજોગોમાં દંડની રકમ 47  અબજ  ડૉલર સુધી પહોંચી શકી હોત. એવુ ન થાય એટલા માટે ફેસબૂકે સમાધાનનો માર્ગ અપનાવ્યો છે. ફેસબૂકે 2011માં આ ચહેરો ઓળખવાની પ્રથા શરૂ કરી હતી. ફોટો અપલોડ થાય એ સાથે જ ફેસબૂક પૂછે કે તમારે અમુક-તમુક ભાઈ કે બહેનને ટેગ કરવા છે, કેમ કે તેનો ચહેરો આ ફોટામાં દેખાય છે. તેનાથી મનોરંજન તો મળે છે, પરંતુ સાથે સાથે પ્રાઈવસીનો પણ ભંગ થાય છે.

Web Title: Facebook will have to pay $65 crore for a case filed for a privacy breach