ગુજરાત કેડરના IPS અધિકારી સુશાંત આત્મહત્યા કેસનો લાવશે નીવેડો

gujarat-samachar-news
|

August 06, 2020, 10:01 PM


CBI’s SIT under Gujarat Cadre IPS Manoj Shashidhar to investigate the Sushant Singh Rajput suicide case..PNG

vyaapaarsamachar.com

નવી દિલ્હી : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસમાં સીબીઆઇ એક્સનમાં આવી છે, 6 આરોપીઓ સહિત અન્યનાં વિરૂધ્ધ ગુરૂવારે કેસ નોધ્યો છે, કેન્દ્ર દ્વારા બુધવારે નોટિફિકેશન મળ્યાનાં એક દિવસ બાદ સીબીઆઇએ જે લોકોનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે, તેમાં રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, સૈમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્યનો સમાવેશ થાય છે. 

સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈએ કેન્દ્રના આદેશ બાદ કેસ દાખલ કર્યો છે અને તપાસ પોતાના હાથમાં લઇ લીધી છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી, ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે, સીબીઆઇ બિહાર પોલીસના સંપર્કમાં છે.

CBIની સ્પેશ્યલ ટીમ કરશે તપાસ :

ઉલ્લેખનીય છે કે CBIની તપાસ ટીમમાં ગુજરાત કેડરના IPS અધિકારી પ્રવિણ સિંહા જે CBIના એડિશનલ ડાયરેક્ટર છે જે સમગ્ર તપાસનું મોનિટરિંગ કરશે. જ્યારે CBIના જોઈન્ટ ડાયરેક્ટર મનોજ શશીધર જે પણ ગુજરાત કૅડરના જ IPS અધિકારી છે તેમના નેતૃત્વ હેઠળ આ સમગ્ર તપાસ થવાની છે. ગગનદીપ ગંભીર (ગુજરાત કૅડર IPS અધિકારી) આ તપાસનું નિરીક્ષણ કરશે જ્યારે SP રવિ ગંભીર અને અનિલ યાદવ આ કેસમાં ઈન્વેસ્ટિગેશન ઓફિસર હશે.

સુશાંત કેસની તપાસ અલગ ટીમ કરશે એટલા માટે SITની રચના કરવામાં આવી રહી છે. કેસની મનોજ શશિધરની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની દેખરેખ કરશે. તપાસ માટે અનિલ યાદવને આઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે, ઈડી 7 ઓગસ્ટે રિયા ચક્રવર્તી સાથે પૂછપરછ કરશે.

Web Title: CBI’s SIT under Gujarat Cadre IPS Manoj Shashidhar to investigate the Sushant Singh Rajput suicide case.