ગુજરાત કોરોના Live: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ચિંતાજનક વધારો

gujarat-samachar-news
|

September 03, 2020, 1:50 PM

| updated

September 03, 2020, 2:03 PM


Gujarat Coronavirus outbreak Live Updates for 3 September August 2020.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-3માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંબંધિત તમામ અપડેટ…

ગુજરાત રાજ્યમાં 3 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ

ગુજરાતમાં એન્ટિબોડી અંગે મોટા સમાચાર  

કોરોનાના સાજા થયેલા પૈકી 40 ટકા લોકોમાં હજી સુધી એન્ટિબોડી વિકસી જ નથી

ગુજરાતમાં કોરોનાના કેસને લઇને થયેલા સર્વેમાં મહત્વની વાત સામે આવી છે. કોરોનાના સાજા થયેલા દર્દીઓ પૈકી 40 ટકા લોકોમાં એન્ટિબોડી ન હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. જો કે હવે ઘણા લોકોમાં એન્ટિબોડી બની રહ્યું છે.

સંક્રમિત થયા બાદ પણ કાળજી રાખવી ખૂબ જરૂરી

મતલબ કે એક વખત કોરોના પોઝિટિવ થયા બાદ જે-તે વ્યક્તિ બીજી વખત સંક્રમિત થવાની શક્યતા ખૂબ ઓછી છે. તેમ છતાં સંક્રમિત થયા બાદ પણ કાળજી રાખવી ખૂબ જરૂરી હોવાનો મત અમદાવાદના નિષ્ણાત તબીબો વ્યક્ત કરી રહ્યા છે.

 • ગુજરાતમાં કોરોનાના કેસને લઇ થયો સર્વે,
 • સાજા થયેલ 40 ટકા લોકોમાં એન્ટિબોડી નથી : સર્વે
 • ઘણા લોકો હવે એન્ટિબોડી બની રહ્યા છે,
 • એક વખત પોઝિટિવ આવ્યા બાદ બીજી વખત સંક્રમિત થવાની શક્યતા ખુબ ઓછી,
 • સંક્રમિત થયા બાદ પણ કાળજી રાખવી જરૂરી

તાપીઃ- કાકરાપાર અણુમથકમાં કોરોના બેકાબુ, 6 સપ્ટેમ્બર સુધી સેલ્ફ લોકડાઉન

 • તાપીના કાકરાપાર અણુમથકમાં કોરોના વાયરસ વકર્યો
 • કોરોનાના કેસો વધતા આગામી  છ સપ્ટેમ્બર સુધી સેલ્ફ લોકડાઉન કરવામાં આવ્યુ
 • ઉલ્લેખનીય છે કે સ્થાનિકો અને પરપ્રાંતિઓ દ્વારા વકરતા કોરોના સંક્રમણને જોતા અણુમથકના સત્તાધીશોએ આ નિર્ણય લીધો
 • અણુમથક પ્લાન્ટમાં ઓપરેશન વિભાગ અને આવશ્યક સેવા સિવાયના તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ

ગુજરાત રાજ્યમાં 2 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ

 • ગુજરાતમાં બીજા દિવસે 1300થી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
 • રાજ્યમાં બુધવારે 1305 નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા
 • આજના નવા કેસ સાથે હવે ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1 લાખની નજીક પહોંચી
 • આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 99,050 પહોંચી 
 • નોંધનિય છે કે, ગત મંગળવારે રાજ્યમાં પ્રથમવાર 1300થી વધુ રેકોર્ડબ્રેક 1310 નવા કોરોના કેસ નોંધાયા હતા
 • સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 19માં ક્રમે
 • આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 12 લોકોએ જીવ ગુમાવ્યો
 • રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 3048 થયો
 • હાલ રાજ્યમાં કોરોનાના 15,948 એક્ટિવ કેસો, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 94 દર્દીઓ વેન્ટિલેટર પર
 • તો બીજી બાજુ સારવાર બાદ 1141 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા  
 • અત્યાર સુધી રાજ્યમાં 80 હજારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા
 • રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 80.82 ટકા થયો
 • આજે રાજ્યમાં કુલ 74,523 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
 • રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટનો આંકડો 25 લાખની નજીક પહોંચ્યો
 • રાજ્યમાં દર 10 લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 1146.50 ટેસ્ટ થાય છે
 • અમદાવાદમાં આજે કોરોનાના 169 નવા કેસ નોંધાયા, 4 દર્દીના મોત થયા અને 86 સંક્રમિતો સાજા થયા
 • સુરતમાં આજે કોરોનાના 265 નવા કેસ નોંધાયા, 6 દર્દીના મોત થયા અને 332 સંક્રમિતો સાજા થયા
 • રાજકોટમાં આજે કોરોનાના નવા 143 દર્દી ઉમેરાયા છે, જો કે આજે એક પણ દર્દીનું મોત થયુ નથી

રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ

 • કુલ પોઝિટિવ કેસઃ 99,050
 • કુલ એક્ટિવ કેસઃ 15,948
 • કુલ મૃત્યુઆંકઃ 3048
 • સાજા થયેલા દર્દીઓઃ 80,054
 • આજે થયેલા કોરોના ટેસ્ટઃ 74,523
 • કુલ કોરોના ટેસ્ટઃ 24,84,429
 • ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 5,52,772

Web Title: Gujarat Coronavirus outbreak Live Updates for 03 September 2020