ગુજરાત કોરોના Live: વડોદરાના ફાયર બ્રિગેડ વિભાગમાં કોરોનાની એન્ટ્રી

gujarat-samachar-news
|

August 13, 2020, 4:37 PM

| updated

August 13, 2020, 4:43 PM


13 August Mondya Thursday  COVID 19 outbreak Gujarat Live Updates.jpg

અમદાવાદઃ

વડોદરામાં ફાયર બ્રિગેડના જવાનો પણ થયા કોરોના સંક્રમિત

  • કોરોના વાયરસ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને તેનાથી કોરોના વોરિયર્સ પણ બચી શક્યા નથી
  • વડોદરા ફાયર બ્રિગેડમાં એક સપ્તાહમાં બે જવાનો કોરોના સંક્રમિત થયા
  • જો કે એક જવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો જ્યારે બીજા જવાનની સ્થિતિ હાલ સ્થિર હોવાનું સુત્રોએ જણાવ્યું
  • હવે ફાયર બ્રિગેડમાં પણ કોરોનાના પોઝિટિવ કેસો બનતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી    

રાજકોટમાં કોરોનાનો કહેક યથાવત્

  • રાજકોટમાં આજે કોરોના વાયરસથી વધુ 6 દર્દીના મોત
  • 12 ઓગસ્ટના સાંજ સુધીમાં રાજકોટમાં કોરોનાના 2789 કેસ નોંધાયા હતા, જેમાં 59 દર્દીના મોત નિપજ્યા હતા

 ગોંડલનો રાજવી પરિવાર કોરાના વાયરસની ઝપટમાં

  • ગોંડલના મહારાજ અને મહારાણી બંને કોરોન પોઝિટિવમી

ગુજરાત રાજ્યમાં 12 ઓગસ્ટ, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ

  • ગુજરાતમાં 12 ઓગસ્ટે 1152 નવા પોઝિટિવ કેસ નોંધાયા
  • આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 74,390 થઇ 
  • સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 14માં ક્રમે
  • હાલ રાજ્યમાં કોરોનાના 14,282 એક્ટિવ કેસો, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ
  • આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 18 લોકોએ જીવ ગુમાવ્યો
  • રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2715ને વટાવી ગયો
  • તો બીજી બાજુ સારવાર બાદ 977 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા  
  • અત્યાર સુધી રાજ્યમાં 57 હજારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થયા
  • રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 77.15 ટકા થયો
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 14,282 છે, હાલ 75 દર્દીઓ વેન્ટિલેટર પર
  • આજે રાજ્યમાં કુલ 50,124 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જે એક દિવસમાં સૌથી વધુ કરાયેલા કોરોના ટેસ્ટ છે
  • રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,58,881 કોરોના ટેસ્ટ થયા
  • રાજ્યમાં દર 11,09,005 લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 771.13 ટેસ્ટ થાય છે

રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ

  • કુલ પોઝિટિવ કેસઃ 74,390
  • કુલ એક્ટિવ કેસઃ 14,282
  • કુલ મૃત્યુઆંકઃ 2715
  • સાજા થયેલા દર્દીઓઃ 57,393
  • આજે થયેલા કોરોના ટેસ્ટઃ 50,124
  • કુલ કોરોના ટેસ્ટઃ 11,09,005
  • ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 4,94,121

Web Title: 13 August : COVID 19 outbreak Gujarat Live Updates