ગુજરાત કોરોના Live: 4 શહેરોમાં સંપૂર્ણ કર્ફ્યુના એંધાણ, સાંજે નિર્ણય

gujarat-samachar-news
|

November 22, 2020, 12:20 PM

| updated

November 22, 2020, 12:38 PM


Gujarat Coronavirus outbreak Live Updates for Novmeber 22, 2020.jpg

www.vyaapaarsamachar.com

અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-6માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંબંધિત તમામ અપડેટ…

ગુજરાતમાં કોરોના વાયરસની 22 નવેમ્બરની અપડેટ્સ…

4 શહેરોમાં દિવસે પણ કરફ્યુ લદાય તેવા એંધાણ, સાંજ સુધી નિર્ણય

  • ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધતા સરકાર ચિંતા
  • સંક્રમણ રોકવા રાજ્યના 4 મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાગુ કરાયુ
  • કોરોનાની ચેઇન તોડવા આ શહેરોમાં દિવસે પણ કરફ્યુ લાગુ થાય તેવા એંધાણ
  • સાંજ સુધીમાં રાજ્ય સરકાર તરફથી લેવાઇ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
  • સવારના 6 વાગ્યા થી10 વાગ્યા સુધી અને સંધ્યાકાળે 4થી8માં મળી શકે છૂટ-છાટ
  • મહિલાઓને થોડાક સમય માટે મળી શકે છે કર્ફયુ માંથી છૂટ-છાટ
  • અતિ-આવશ્યક જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી શકશે
  • દૂધ, અનાજ કરિયાણું, દવાઓ, શાકભાજી મળશે
  • વેપાર-ધંધા બંધ રહે તેવી શક્યતાઓ
  • લોકડાઉન માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ લઈ શકે છે નિર્ણય

સુરત ત્રણ દિવસ ચાની કિટલી. ગલ્લા-લારીઓ સંદતર બંધ

  • સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં આજથી ચાની લારી અને પાનના ગલ્લા ત્રણ દિવસ બંધ કરવાનો નિર્ણય
  • ચાની લારીઓ અને પાનના ગલ્લાઓ પર ભીડ થતી હોવાને પગલે  બંધ રાખવાનો નિર્ણય લેવાયો
  • સુરત મહાપાલિકા કર્મચારીઓની રજા પણ રદ્દ કરવામાં આવી
  • સુપર સ્પ્રેડર બનતા લોકો સામે અગાઉ પણ પગલાં લેવાઇ ચૂક્યા છે
  • ઉપરાંત સુરત મહાનગરપાલિકા કમિશનર અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઇ

અમદાવાદઃ બોપાલના કોરોના ડોમમાં 50 લોકોના ટેસ્ટમાંથી 10 પોઝિટીવ

  • અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બન્યુ
  • અમદાવાદના પોશ વિસ્તરો જેવા કે, બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ વિસ્તારમાં સંક્રમણ ચિંતાજનક સ્તરે વધ્યુ
  • કોર્પોરેશન દ્વારા ઉભા કરાયેલા નિઃશુલ્ક કોરોના એન્ટિજન ટેસ્ટિંગ માટેના ડોમમાં ટેસ્ટ માટે કરફ્યુના દિવસે પણ લાંબી લાઇનો લાગી
  • બપોલ વિસ્તારમાં કોરોના ડોમમાં 50 વ્યક્તિઓના એન્ટિજન ટેસ્ટમાંથી 10 લોકો પોઝિટિવ નીકળ્યા

અમદાવાદના કોરોના દર્દીઓને હવે આણંદ, નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરાશે

  • કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદની કોવિડ હોસ્પિટલો ફુલ થઇ ગઇ, બેડ ખુટી પડ્યા
  • આ પરિસ્થિતિમાં વહીવટીતંત્રે અમદાવાદના કોરોના સંક્રમિતોને આણંદ અને નડિયાદની કોવિડ હોસ્પિટલોમાં દાખલ કરવાનો નિર્ણય લીધો
  • આ નિર્ણયથી કોરોના સંક્રમિત દર્દીઓને પડી રહી છે મુશ્કેલી
  • મ્યુનિ.ની કઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, ખાલી બેડની વિગત ઓનલાઇ મૂકવા માંગણી કરાઇ

અમદાવાદની સિવીલમાં એક જ દિવસમાં 100 દર્દી દાખલ, તબીબો પણ થયા સંક્રમિત

  • અમદાવાદમાં કોરોના ઘાતક બનવાની સાથે-સાથે બેકાબૂ થઇ રહ્યો છે
  • સિવીલ હોસ્પિટલમાં એક જ દિવસમાં કોરોનાના સોથી વધુ દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા ઉપરાંત હોસ્પિટલના સારવાર કરતા તબીબો પણ કોરોના સંક્રમિત થયા હોવાનું માહિતી મળી
  • સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે 100 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ થયા 

કેન્દ્રની મેડિકલ ટીમે અમદાવાદ અને વડોદરાની કોરોના હોસ્પિટલની લીધી મુલાકાત

  • ગુજરાતમાં કોરોનાના કેસ વધતા કેન્દ્રથી મેડિકલ ટીમ શનિવારથી ફરી ગુજરાતમાં આવી
  • આ મેડીકલ ટીમ અમદાવાદ અને વડોદરાની કોરોના હોસ્પિટલની મુલાકાત લીધી
  • વડોદરામાં ગઇકાલ સાંજે કેન્દ્રના આરોગ્ય વિભાગ તરફથી એક ૩ ડોક્ટરોની ટીમે મુલાકાત લીધી
  • જેમાં કલેક્ટર ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી હતી
  • ટીમે સિનિયર ડોક્ટરો સાથે ચર્ચા કરીને વડોદરામાં કોરોનાની અસર કેટલી અને કેવી રહી છે તે અંગે જાણકારી મેળવી
  • આ ટીમે પોસ્ટ કોવિડ ટ્રિટમેન્ટ માટે ખાસ સેન્ટર ચાલુ કરીને આવા દર્દીઓની માહિતી એકઠી કરવા સૂચન કર્યુ

રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ

  • કુલ પોઝિટિવ કેસઃ 1,95,917
  • કુલ એક્ટિવ કેસઃ 13,285
  • કુલ મૃત્યુઆંકઃ 3,846
  • કુલ સાજા થયેલા દર્દીઃ 1,78,786
  • આજે થયેલા કોરોના ટેસ્ટઃ 70,388
  • કુલ કોરોના ટેસ્ટઃ 71,71,445
  • ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 4,86,806

Web Title: Gujarat Coronavirus outbreak Live Updates for Novmeber 22 2020