ગુજરાત યુનિવર્સિટીના 102 કેન્દ્રો પર 21000 વિદ્યાર્થીઓ આજથી આપશે ઓફલાઈન પરીક્ષા

gujarat-samachar-news
|

September 03, 2020, 10:54 AM

| updated

September 03, 2020, 10:58 AM


21k students will give offline exam at 102 centers of Gujarat Uni.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંતે આવતીકાલે ૩જી સપ્ટેમ્બરથી ઓફલાઈન પરીક્ષા શરૃ થનાર છે.રાજ્યમાં ભલે અન્ય યુનિ.કરતા ગુજરાત યુનિ.ની પરીક્ષા મોડી લેવાઈ રહી હોઈ પરંતુ ગુજરાત યુનિ.એ રાજ્યના તમામ જિલ્લામાં સેન્ટરો ફાળવ્યા છે અને એમ.કોમ,એમ.એમાં તો ઘણા જિલ્લામાં એક-એક વિદ્યાર્થી માટે સેન્ટર ફાળવવામા આવ્યા છે.રાજ્યમાં પ્રથમવાર ગુજરાત યુનિ.દ્વારા એક સૌથી વધુ ૧૦૨ સેન્ટરોમાં ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે.આ પરીક્ષામાં કુલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.જેમાં પ્રથમ તબક્કામા ૩જીથી શરૃ થનાર પરીક્ષામાં ૨૧ હજાર વિદ્યાર્થી છે. 

કહેવાય છે દેર આયે દૂરસ્ત આયે,આ કહેવત યુનિ.ની પરીક્ષાઓને બંદ બેસતી છે.જુન મહિનામા લેવાનારી પરીક્ષા અંતે મોડે મોડે પણ અનેક વિરોધ,વિવાદ અને વિઘનો બાદ આવતીકાલે ૩જી સપ્ટેમ્બરથી શરૃ થઈ રહી છે.છેલ્લા બે દિવસથી રાજ્યમાં હાઈએસ્ટ ૧૩૦૦થી વધુ કેસો આવી રહ્યા છે ત્યારે હવે કોરોના વચ્ચે યુનિ.ની ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે પરંતુ યુનિ.દ્વારા પરીક્ષાને લઈને ખૂબ સઘન તૈયારીઓ કરાઈ છે અને તકેદારીના પુરતા પગલા લેવામા આવ્યા છે.

ગુજરાત યુનિ.દ્વારા અમદાવાદ શહેરમાં ૪૬, ગાંધીનગર જિલ્લામાંં તથા વિરમગામમાં મળીને ૨૨ અને અન્ય વિવિધ જિલ્લામા કુલ મળીને ૧૦૨ સેન્ટર ફાળવાયા છે. એમ.કોમ.ની રેગ્યુલર અને એકસર્ટનલ વિદ્યાર્થીઓની સેમેસ્ટર ૪ પરીક્ષામાં તો સિલવાસા, પોરબંદર સહિતના ૪થી૫ જેટલા  કેન્દ્રોમા માત્ર એક જ વિદ્યાર્થી છે.

જ્યારે એલએલબી સેમેસ્ટર ૨ અને ૪ની પરીક્ષામાં  પણ ૧૦થી વધુ સેન્ટરોમાં એક-એક જ વિદ્યાર્થી છે.એમ.એની સેમેસ્ટર-૪ની પરીક્ષામાં ૫થી૭ કેન્દ્રોમાં એક એક વિદ્યાર્થી છે.આવતીકાલથી શરૃ થનારી  પ્રથમ તબક્કાની પરીક્ષામાં ૨૧૦૦૮ વિદ્યાર્થી છે.જેમાં  એમ.એ સેમ-૪ રેગ્યુલરમાં ૧૭૫૯, એક્સટર્નલમાં ૧૦૪૩, એમકોમા રેગ્યુલરમાં ૫૦૩૮ અને એકસ્.માં ૪૦૮૫ તથા એલએલબી સેમ. માં ૨૯૪૭, સેમ.૪માં ૨૩૪૩, સેમ.૬માં ૧૭૪૩ અને એમ.એડ સેમ.૪માં ૫૮૧ તથા એલએલએમ સેમ.૧માં ૧૫૩ અને સેમ.૩માં ૩૦૫ વિદ્યાર્થી છે.

દરેક કેન્દ્રોમાં કોરોનાને લઈને બે-બે ઓબ્ઝર્વર તકેદારી માટે રખાશે અને અને ગ્રામ્યના ઘણા કેન્દ્રો દૂર દૂર હોવાથી ઉત્તરવહીના બંડલો પણ રોજે રોજ યુનિ.માં નહી લાવી શકાય.  દરેક કેન્દ્રોમાં સેનેટાઈઝર-માસ્કની પુરતી વ્યવસ્થા કરાઈ છે અને બે સેશનમાં રોજ પરીક્ષા લેવાશે.બીજા તબક્કામાં ૧૩મીથી પરીક્ષા લેવાશે.

Web Title: Gujarat University’s offline examination from today: only one student in many centers