ગૂગલ ક્રોમ પર ખતરો : હેકર્સોની આ નવી ટેકનિકથી યુઝર્સોને થશે નુકસાન, જાણો બચવાની રીત

technology-news-india
|

August 12, 2020, 4:20 PM


Google Chrome Warning - dodgy extensions downloaded by 80 Millions users.png

www.vyaapaarsamachar.com

 • સંશોધનકારોએ જણાવ્યું કે, હેકર્સ ચાલાકીથી યુઝર્સના ડિવાઇસમાં વાયરસ ધરાવતા એક્સ્ટેંશનને પ્રવેશ કરાવે છે.
 • આ ટેકનિકલથી ફોનની બેટરી લાઇફને નુકસાન અને ખાતામાંથી પૈસા ચોરી થવાનું જોખમ પણ વધી ગયું છે.
 • આ ખતરનાક ગૂગલ ક્રોમ એક્સ્ટેંશનને વિશ્વભરમાં 80 કરોડથી વધુ યુઝર્સોએ ડાઉનલોડ કર્યું છે.
 • રાહતની વાત છે કે, ગૂગલે આવા એક્સ્ટેંશન્સને ક્રોમ વેબ સ્ટોરથી હટાવી દીધું છે.

નવી દિલ્હી : વિશ્વભરના કરોડો ઇન્ટરનેટ યુઝર્સો પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ખતરો ઇન્ટરનેટ બ્રાઉઝર ગૂગલ ક્રોમ સાથે સંકળાયેલો છે. યુઝર્સોને વાયરસ એક્સ્ટેંશનનો શિકાર બનાવવા માટે હેકર્સ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો દુરૂપયોગ કરી રહ્યા છે. યુઝર્સ દ્વારા આ ખતરનાક એક્સ્ટેંશનને ડાઉનલોડ કર્યા બાદ સાયબર ગુનેગારો સરળતાથી યુઝર્સના ફોનને એક્સેસ કરે છે અને ઘણી જાહેરાત સ્પામ મોકલે છે, જેના કારણે ફોનની બેટરીનો સંપૂર્ણ વપરાય છે અને આ ટેકનિકલનું સૌથી મોટુ જોખમ બેંક એકાઉન્ડ પર છે. આ નવી ટેકનિકલથી સાયબર ગુનેગારો દ્વારા ખાતામાંથી પૈસા ચોરી લેવાનો પણ ભય સતાવી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, આ ખતરનાક ગૂગલ ક્રોમ એક્સ્ટેંશનને વિશ્વભરમાં 80 કરોડથી વધુ યુઝર્સોએ ડાઉનલોડ કર્યું છે.

એડ-બ્લોકિંગ અને પ્રાઈવસી પ્રોટેક્શન સોફ્ટવેરના નામે સાયબર ગુનેગારોનો ખેલ

સાયબર સિક્યુરિટી નિષ્ણાંતે જણાવ્યું કે, આ વાયરસ ટૂલ્સ (એક્સ્ટેંશન) ક્રોમ વેબ સ્ટોર પર ઉપલબ્ધ છે અને હેકર્સ તેમના દ્વારા ફોનની બેટરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. AdGuardએ આવા 300 ખતરનાક એક્સ્ટેંશન્સને શોધી કાઢ્યા છે. આ એક્સ્ટેંશન્સ યુઝર્સના ડિવાઈસ એડ-બ્લોકિંગ અને પ્રાઈવસી પ્રોટેક્શન સોફ્ટવેરના નામે ઘુસણખોરી કરે છે. આ ખતરનાક એક્સ્ટેંશન પોતાને એડ-બ્લોકિંગ ટૂલ્સ, રમતો, થીમ્સ અને વોલપેપર્સ તરીકે વર્ણવે છે. રાહતની વાત છે કે, ગૂગલે આવા એક્સ્ટેંશન્સને ક્રોમ વેબ સ્ટોરથી હટાવી દીધું છે.

હેકર અપનાવે છે આ 3 ટેકનિક

 1. એડગાર્ડે તેના બ્લોગ પોસ્ટમાં હેકર્સની ત્રણ ટેકનિક વિશે પણ જણાવ્યું છે, જેનાથી યુઝર્સોને નુકસાન પહોંચી રહ્યું છે અથવા નુકસાન પહોંચાડે છે. આમાં હેકર્સની પ્રથમ ટેકનિક જણાવાઈ છે, તે મુજબ હેકર ગૂગલ સર્ચમાં ઘણી બધી માલવેર જાહેરાતો મોકલે છે, જે યુઝર્સના ડિવાઈસ માટે એક સમસ્યા કારણ બની જાય છે.
 2. હેકરની બીજી ટેકનિક અંગે જણાવાયું છે કે, ફેક એક્સ્ટેંશન્સમાં કેટલીક વેબ કૂકીઝ દ્વારા હેકર કોઈપણ ઓનલાઈન પેમેન્ટની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લે છે. મોટાભાગના હેકર નાણાં કમાવવાની લાલચમાં આ ટેકનિકનો ઉપયોગ કરે છે. આ હેક કરાયેલી કૂકીઝ નાણાંની સાથે ફોનની બેટરીને પણ નુકસાન પહોંચાડે છે.
 3. હેકરની ત્રીજી ટેકનિક અંગે સાયબર સિક્યોરિટી નિષ્ણાતે તેમના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, આમાં હેકર્સ ક્યાં પણ બેઠા-બેઠા વિશ્વના કોઈપણ ખુણામાં બેઠેલા યુઝર્સના ફોન પર કામ કરવાની રીતને બદલી શકે છે. આ ટેકનિકલથી હેકર ક્યારેય પણ તેમની મરજી મુજબ ફોનને ઓપરેટ કરી શકે છે.

ખતરનાક ક્રોમ એક્સટેંશન્સથી બચવાની રીત

 • ક્રોમ એક્સટેંશન્સથી બચવા માટે એડગાર્ડે કેટલીક ટેકનિકલ જણાવી છે
 • જો તમે કોઈ બ્રાઉઝર એક્સટેંશન્સ ડાઉનલોડ કરવા ઈચ્છો છો, તો એક વાર વધુ વિચારો. શક્ય છે કે તે ડાઉનલોડની તપાસે જરૂરીત ન પણ હોય.
 • હંમેશા તેવા ડેવલોપરનું એક્સટેંશન્સ ડાઉનલોડ કરો જેની ઉપર તમને વધુ ભરોસો હોય.
 • એક્સટેંશન્સના ડિસ્ક્રિપ્શનમાં લખાયેલી વાતો પર ભરોસો ન કરો.
 • આવા એક્સટેંશન્સમાં યુઝર્સના રિવ્યૂ પણ બનાવટી જોવા મળશે.
 • ક્રોમ વેબ સ્ટોરના ઈન્ટરનલ સર્ચને ઉપયોગ ન કરો.
 • હંમેશા વિશ્વાસપાત્ર ડેવલોપરની વેબસાઈટ પર અપાયેલી લિંક દ્વારા જ કોઈ એક્સટેંશન્સ ડાઉનલોડ કરો.

Web Title: Google Chrome Warning – Dodgy Extensions Downloaded By 80 Millions Users Could Tank Your Phone’s Battery, AdGuard Report