ગેહલોત અને પાયલોટ વચ્ચે મન-મિલાપ, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સુરક્ષિત

india-news
|

August 10, 2020, 10:39 PM

| updated

August 10, 2020, 10:39 PM


Compromise between Gehlot and Pilot, Congress government secured in Rajasthan.jpg

જયપુરઃ રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગેહલોત સરકાર વિરુદ્ધ બળવો પોકારનારા સચિન પાયલોટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. તો, પાયલોટ તરફી ધારાસભ્ય ભંવરલાલ શર્મા પણ સોમવારે સાંજે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ગેહલોતને મળ્યા પછી, પાયલોટ તરફી ધારાસભ્ય ભંવરલાલે કહ્યું કે સરકાર સલામત છે. તેમણે કહ્યું કે સરકારને કોઈ ખતરો નથી.

ભંવરલાલ શર્માએ કહ્યું કે આજે તેઓ મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા. તેમણે કહ્યું કે પાર્ટી એક પરિવાર છે અને અશોક ગેહલોત તેના મુખિયા છે. પાયલોટ તરફી ધારાસભ્યએ કહ્યું કે જ્યારે પરિવારમાં કોઈ ગુસ્સે થાય છે, ત્યારે તે જમતું નથી. અમે એક મહિના માટે અમારી નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે હવે રોષ દૂર થયો છે. ભંવરલાલ શર્માએ કહ્યું કે પાર્ટી હવે જનતાને આપેલા વચનો પૂરા કરશે.

હાલમાં સીએમ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. તેમાં સીએમ અશોક ગેહલોત, પીસીસી ચીફ ગોવિંદ દોટાસરા, ચિકિત્સામંત્રી રઘુ શર્મા અને કેટલાક અન્ય ધારાસભ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજની રાત સુધીમાં સચિન પાયલોટ અને બળવાખોર છાવણી જયપુર પરત ફરશે અને પાર્ટીમાં તેમની સફળ વાપસી થશે. તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. બળવાખોર પ્રધાનોને પણ તેમની જગ્યાઓ પર ફરીથી ગોઠવવામાં આવશે અને સચિન પાયલોટ ડેપ્યુટી સીએમ અને પીસીસી ચીફના પદ પર પાછા ફરશે. આવી સ્થિતિમાં ડોટાસરા થોડા સમય માટે રાજીનામું આપી શકે છે.

ભાજપ અધ્યક્ષ સતીષ પૂનીયાએ કહ્યું હતું કે અમે પહેલેથી જ કહી રહ્યા હતા કે ઝઘડો કોંગ્રેસનોછે, પરંતુ તેનો આક્ષેપ ભાજપ પર કરવામાં આવી રહ્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે રાજસ્થાનની જનતા 31 દિવસ સુધી કોંગ્રેસની રામલીલા જોતી રહી. ભાઈ રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ખૂબ મોડા જાગ્યા. તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર કટાક્ષ કરતાં કહ્યું કે, બિચારા અશોક ગેહલોત જી ઘણા દોડ્યા, પરંતુ રાજસ્થાનના કામદારો, જવાનો અને ખેડુત કમનસીબ છે.

એવામાં સંકેત મળી રહ્યાં છે કે સચિન પાયલટને મનાવવામાં કોંગ્રેસને સફળતા મળી છે. 14 ઓગસ્ટે રાજસ્થાનમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે તે પહેલાં સચિન પાયલટ જૂથે સત્રમાં સામેલ થવાના સંકેત આપ્યા હતા. ત્યારે હવે પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ આશા છે કે સચિન પાયલ પોતાની નારાજગી ભૂલીને પાર્ટીમાં પરત આવી શકે છે. આ પહેલા પણ સચિન પાયલટે બળવો કર્યો હતો ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે તેમની ફોન પર અનેક વખત વાતચીત થઈ હતી અને આ મુદ્દે સમાધાનનો પ્રયાસ કરાયો હતો. રાજસ્થાનના સીએમ અશો ગહેલોત વિરૂદ્ધ મોરચો ખોલનારા સચિન પાયલટની સાથે લગભગ 22 ધારાસભ્યો હતા. રાજ્ય સરકારે તેમના પર સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો અને રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. જેનાથી સચિન પાયલટ નારાજ થયા હતા. તેમના બળવાને જોતા ગ્રેસે સચિન પાસેથી નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષનું પદ ઝુંટવી લીધુ હતું. જે બાદ અશોક ગેહલોત સતત સચિન પાયલટ પર નિશાન સાધી રહ્યાં હતા. જો કે કોંગ્રેસના ટોચના નેતાઓ તેમને પાર્ટીમાં પરત લાવવાના પ્રયાસ કરી રહ્યાં હતા. રાહુલ – પ્રિયંકા સહિતના ટોચના નેતાઓ સચિન પાયલટ સાથે વાત કરવાના પ્રયાસ કર્યા અને સચિનને પરત ફરવાનું આમંત્રણ આપ્યું હતું.

સોમવારે સચિન પાયલટે દિલ્હીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની વચ્ચે દોઢ કલાક સુધી વાતચીત ચાલી હતી. પાયલટને કોંગ્રેસમાં પરત લેવાની ફોર્મ્યુલા શોધવામાં આવી રહી છે. જોકે પાર્ટીએ એ બાબતે સ્પષ્ટતા કરી છે કે મુખ્યમંત્રી પદ વિશે કોઈ પણ વાત થશે નહિ. પાયલટે જો પરત ફરવું હશે તો એડજસ્ટમેન્ટના ભાગરૂપે થોડા સમયની રાહ પણ જોવી પડશે. બે પ્રકારની ફોર્મ્યુલા પર વાત થવાની ચર્ચા. જેમાં સચિન પાયલટને કહેવામાં આવ્યંસ છે કે દિલ્હી આવીને પાર્ટી સંગઠનમાં કોઈ જવાબદારી સંભાળો. જ્યારે બીજી ફોર્મુલા મુજબ પાયલટ ગ્રુપમાંથી કોઈ નેતા અને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે.

Web Title: Compromise between Gehlot and Pilot, Congress government secured in Rajasthan