ગોંડલના મોવિયા ચાલે છે રામ નામની અનોખી લેખન બેંક

gujarat-samachar-news
|

August 05, 2020, 12:33 PM

| updated

August 05, 2020, 12:35 PM


maxresdefault.jpg

www.vyaapaarsamachar.com

ગોંડલના મોવિયા ગામે એક અનેરી પ્રવૃત્તિ થઈ રહી છે અને તે છે રામ નામ લેખનની. મોવિયામાં રામ નામ લેખન બેંક ચાલી રહી છે. આ બેંક દ્વારા અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ રામ લેખન બુકનું નિઃશુલ્ક વિતરણ થઈ ચૂક્યું છે. આ બેંકને ૭મી ઓગસ્ટે ૬ વર્ષ પૂર્ણ થશે. હાલ બેંકની આખા રાજ્યમાં ૩૦૦ ગામોમાં ૧૨૦૦ થી વધુ બ્રાન્ચ આવેલી છે. આ બ્રાન્ચ રામ નામ લેખનની બુકનું નિઃશુલ્ક વિતરણ કરે છે. 

મોવિયા ગામે માર્કેટીંગ યાર્ડ ગોંડલના નિવૃત્ત કર્મચારી પ્રવીણભાઈ કાલરીયા દ્વારા લોકો ભગવાનનું નામ લેવાની આદત પાડે તે માટે ૭મી ઓગસ્ય ૨૦૧૪માં રામ નામ લેખન બેંકનો પ્રારંભ કરી અને રામનામ લખવા માટે લોકોને બુકોનું વિતરણ શરૂ કર્યું. ૨૬ કે ૨૮ પાનાની બુકમાં બે અક્ષરના ૫૪ હજારથી વધુ નામ લખી શકાય તેવી બુકો લોકોને આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ગામડે-ગામડે જઈને તથા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યાં પહોંચીને બુકનું નિઃશુલ્ક વિતરણ કરતા હતા અને જોતજોતામાં ૬ વર્ષમાં આ પ્રવૃત્તિ વટવૃક્ષ બની અને ગામે ગામ વિસ્તરી અને હાલ ગુજરાતના ૩૦૦ ગામો આ રામનામ લેખન બેંકની ૧૨૦૦ થી વધુ બ્રાન્ચ છે. અત્યાર સુધીમાં સવા લાખથી વધુ રામનામ લેખનની બુકનું વિતરણ થઈ ચૂક્યું છે. આ બુકમાં કોઈપણ સમુદાય કે ધર્મના લોકો રામ, કૃષ્ણ, ખુદા કંઈપણ લખી શકે છે. હાલ પ્રવૃત્તિ વિસ્તરતા બુકો માટે દાતાઓનો સહયોગ મળી રહ્યો છે. 

રામનામ લખીને પરત આવેલી બુકોનું રતનપર ખાતે મંત્ર મંદિર બનાવવામાં આવશે. ૭મી ઓગસ્ટે રામનામ લેખન બેંકને ૬ વર્ષ પૂર્ણ થઈ ૭માં વર્ષમાં પ્રવેશ થશે.

Web Title: Activities of writing the name of Ram in Movia of Gondal