ગ્રામીણ ભારતમાં વિકાસ પરંતુ માળખાગત સમસ્યાઓ યથાવત 

india-news
|

August 13, 2020, 3:08 PM

| updated

August 13, 2020, 3:08 PM


Unlock BFSI 2.0 Rural India revival difficult to sustain, say economists.jpg

vyaapaarsamachar.com

અમદાવાદ : અર્થવ્યવસ્થામાં ગ્રામીણ ભારત વિશે જે ઉત્સાહ વ્યક્ત કરવામાં આવે છે તે લાંબા સમય સુધી ટકી રહેવાની અપેક્ષા નથી કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સમસ્યાઓ હજી પણ યથાવત્ છે. કૃષિ ક્ષેત્રે સુધારણાને કારણે ગ્રામીણ ભારતમાં લોકોની આવક મધ્યમ ગાળામાં વધી શકે છે.  

ભૂતપૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય વૃદ્ધિ કેન્દ્રના કન્ટ્રી ડિરેક્ટર પ્રણવ સેને કહ્યું કે કોવિડ -19 પછી આખું ગ્રામીણ ભારત સારો દેખાવ કરી રહ્યું છે તે ધારણા ભ્રામક છે. તેમણે કહ્યું, “બહારથી મોકલવામાં રહેલ નાણાં આધારીત ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ એટલી સારી નથી જેટલી છ રાજ્યોની છે, જ્યાં મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવવામાં આવ્યું છે.આપણે આખા ગ્રામીણ ભારતને એક નજરથી ના જોઈ શકીયે.

નુમૂરાના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય અર્થશાસ્ત્રી સોનલ વર્માએ ચેતવણી આપી છે કે ગ્રામીણ સુધારાને  વધારી-ચડાવીને ના દર્શાવવો જોઈએ. તેમણે કહ્યું જ્યાં સુધી નિર્માણ પ્રવૃત્તિઓ ઝડપી ન થાય ત્યાં સુધી ગ્રામીણ પ્રવૃત્તિઓ  ઝડપી બની શકશે નહિ.ગ્રામીણ વિસ્તારોમાં મહેનતાણું વધ્યું નથી અને જમીનના ભાવ પણ સ્થિર રહ્યા છે.

ભારતમાં એચએસબીસીના ચીફ ઇકોનોમિસ્ટ પ્રાંજુલ ભંડારીએ જણાવ્યું હતું કે, ઘણા કારણોસર ગ્રામીણ ભારતે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. પ્રથમ લોકડાઉન અને આર્થિક પ્રવૃત્તિ પરના નિયંત્રણોની અસર શહેરી વિસ્તારોની તુલનામાં ઓછી હતી. બીજી તરફ સરકાર તરફથી મહત્તમ માંડ ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત રહી છે અને ચોમાસુ પણ સારું રહ્યું છે.

Web Title: Unlock BFSI 2.0: Rural India revival difficult to sustain, say economists