ગ્રાહકોને સુવિધા આપવા ભારતીય બેન્કોએ મોબાઇલ એપ તો બનાવી પણ…

money-and-banking
|

September 05, 2020, 6:40 PM


Banking.jpg

https://www.vyaapaarsamachar.com/

ગ્રાહકોને સર્વોત્તમ સુવિધા આપવામાં ભારતની મોટા ભાગની બેન્કિંગ એપ નિષ્ફળ રહી છે.  માર્કેટ રિસર્ચ ફર્મ ફોરેસ્ટરે એક સર્વેના આધારે અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ પ્રમાણે માત્ર ICICI બેન્કની મોબાઈલ એપ જ એવી છે, જે યુઝર્સને કંઈક સંતોષકારક સુવિધા આપી રહી છે.

ભારતમાં અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો વધી રહ્યા છે. લોકો બેન્ક્સની એપ દ્વારા જ નાણાકિય લેવડ-દેવડ કરવા માંગે છે. પણ મોટા ભાગની બેન્કો આ કામગીરી દરમિયાન ગ્રાહકોને પડતી મુશ્કેલી તરફ ધ્યાન આપતી નથી. આવી એપમાં એચડીએફસી, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, બેન્ક ઓફ ઈન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.

2019ની સરખામણીમાં એપ પર સુવિધાઓ વધી છે, પરંતુ વપરાશકર્તાને જોઈએ એવી સુગમતા તો મળતી જ નથી. સર્વે દરમિયાન ફોરેસ્ટરે એપ પરના કુલ 39 ફંક્શન અને 24 યુઝર એક્સપિરિયન્સની તપાસ કરી હતી. કોઈ બેન્કમાં સર્ચની સુવિધા નબળી છે, તો કોઈમાં નેટ બેન્કિંગની શરૂઆત જ અતિ મુશ્કેલ છે. અમુક એપમાં પ્રાઈવસીનો મુદ્દો પણ ઉપસ્થિત થાય છે.

Web Title: Most Banking Apps Fail To Facilitate Customer