ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત ટોપ-50માં સામેલ થયું

india-news
|

September 03, 2020, 12:46 PM

| updated

September 03, 2020, 1:14 PM


India ranks 48th in the Global Innovation Index.jpg

vyaapaarsamachar.com

નવી દિલ્હી: ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષ-૨૦૨૦માં ભારતને ૪૮મો નંબર મળ્યો હતો. પ્રથમ વખત આ ઈન્ડેક્ષમાં ભારત ટોપ-૫૦માં સામેલ થયું હતું. ૨૦૧૯માં ભારતનો ૫૨મો ક્રમ હતો. ચાર સ્થાનનો સુધારો થયો હતો.

ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્ષમાં ભારતને ૨૦૧૯માં ૫૨મો નંબર મળ્યો હતો. એમાં ચાર સ્થાનની છલાંગ સાથે ૨૦૨૦ના રીપોર્ટમાં ભારતે ૪૮મો ક્રમ મેળવ્યો છે. એ સાથે જ પ્રથમ વખત ભારત ઈનોવેશન ઈન્ડેક્ષમાં ટોપ-૫૦માં સ્થાન પામ્યું છે.

૨૦૧૬માં ૬૬મા, ૨૦૧૭માં ૬૦મા, ૨૦૧૮માં ૫૭મા અને ૨૦૧૯માં ૫૨ સ્થાને રહ્યા પછી વધુ એક વખત ભારતે છલાંગ લગાવી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્તરોત્તર ભારતનો ઈનોવેશન ઈન્ડેક્ષમાં ક્રમ સુધર્યો હતો.

૪૮મા ક્રમ સાથે ભારત મધ્ય અને દક્ષિણ એશિયામાં પ્રથમ સ્થાને રહ્યું હતું. ચીનને રેન્કિંગમાં ૧૪મો ક્રમ મળ્યો હતો. દુનિયાના ૧૩૧ દેશોના વિવિધ ઈનોવેશન માપદંડો ધ્યાનમાં લઈને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે.

ઈન્ડેક્ષમાં સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ ક્રમે યથાવત રહ્યું હતું. સ્વિડન અને અમેરિકાએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ જાળવી રાખ્યો હતો.બ્રિટને એક ક્રમની છલાંગ મારીને ચોથો નંબર મેળવ્યો હતો. નેધરલેન્ડ ચોથા ક્રમેથી પાંચમા સ્થાને ખસેડાયું હતું.

Web Title: India ranks in the top 50 in the Global Innovation Index