ઘરાકીનો અભાવ, ચાંદીની તેજીથી ભારતમાં સોનાના ભાવ ડિસ્કાઉન્ટમાં

commodity-news-india
|

July 24, 2020, 8:26 PM

| updated

July 24, 2020, 8:28 PM


Gold price traded at discount in India due to rising of Silver, lack of demand.jpg

અમદાવાદઃ સોના કરતા ચાંદીમાં વધારે તેજી જોવા મળતા ભારતમાં સોનાના ભાવમાં બુલિયન ટ્રેડમાં પ્રીમીયમના બદલે ડિસ્કાઉન્ટ જોવા મળ્યું હતું. એવી જ રીતે ચીનમાં પણ ડિસ્કાઉન્ટમાં વધારો જોવા મળ્યો હતો. ગત સપ્તાહે ભારતમાં વૈશ્વિક બજાર કરતા હાજરમાં સોનું ખરીદવા માટે બે ડોલર પ્રતિ ઔંસનું પ્રીમીયમ હતું જે આ સપ્તાહે ૬ ડોલર જેટલું ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે.

ભારતમાં સોનાના ભાવ ઈતિહાસની સૌથી ઉંચી સપાટીએ છે અને હાજરમાં ખરીદીનો અભાવ છે.સામે ચાંદીના તીવ્ર તેજી જોવા મળી રહી છે એટલે રોકાણ ચાંદી તરફ વળી રહ્યું હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. ભારતમાં વિવિધ શહેરોમાં હજુ પણ લોકડાઉન છે, લગભગ ૫૦ ટકા જેટલા જવેલર્સના શો રૂમ બંધ છે અને માંગ પણ નથી એટલે સોનાનું કોઈ લેવાલ નથી.

દરમિયાન, ચીનમાં ગત સપ્તાહે ૩૦ ડોલર જેટલું પ્રતિ ઔંસ ડિસ્કાઉન્ટ હતું તે આ સપ્તાહમાં વધી ૩૭ ડોલર થઇ ગયું છે. હાજરમાં ખરીદીનો અભાવ છે અને લોકો પોતનું જુનું સોનું વેચી રહ્યા છે. કેટલાક લોકો સોનું વેચી ચાંદીની ખરીદી કરી રહ્યા હોવાનું પણ બજારમાંથી જાણવા મળ્યું છે.

Web Title: Gold price traded at discount in India due to rising of Silver, lack of demand